Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘પ્રગતિ’ના માધ્યમથી પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

‘પ્રગતિ’ના માધ્યમથી પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

‘પ્રગતિ’ના માધ્યમથી પ્રધાનમંત્રીનો વાર્તાલાપ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે સકારાત્મક રીતે સક્રિય શાસન અને સમયસર અમલ માટે આઈસીટી આધારિત મલ્ટી-મોડલ પ્લેટફોર્મ – પ્રગતિ મારફતે આઠમો વાર્તાલાપ યોજાયો હતો.

પ્રધાનમંત્રી શ્રીએ તેમની સમીક્ષા દરમિયાન દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિસા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત કેટલાક રાજ્યોમાં ચાલી રહેલી રસ્તા, રેલવે, મેટ્રો રેલવે, વીજળી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ માળખાકીય પરિયોજનાઓની પ્રગતિનું અવલોકન કર્યું હતું.

હૈદરાબાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરતા પ્રધાનમંત્રી શ્રીએ તમામ સંબંધિત અધિકારીઓને આ જાહેર-ખાનગી ભાગીદારી ધરાવતા પ્રોજેક્ટને વહેલામાં વહેલી તકે તેમજ શક્ય શ્રેષ્ઠ ગુણવત્તા સાથે સંપન્ન કરવા જણાવ્યું હતું.

આજે જેની સમીક્ષા કરવામાં આવી હતી, તેવા અન્ય નોંધપાત્ર પ્રોજેક્ટોમાં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરીડોર અને દિલ્હી-હરિયાણા-ઉત્તરપ્રદેશને જોડતો ઈસ્ટર્ન પેરીફેરલ હાઈવે સામેલ હતા.

ફૂડ પાર્ક સ્કીમની સમીક્ષા કરતા પ્રધાનમંત્રી શ્રીએ અત્યાર સુધીમાં સંપન્ન થયેલા પાર્કના લાભના વિગતવાર મૂલ્યાંકનનો આદેશ આપ્યો હતો.

પ્રધાનમંત્રી શ્રીએ મ્યાનમારમાં ચાલી રહેલા કલાદાન મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ અને રિહ – તેદિમ રોડ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે આ પ્રોજેક્ટ, ભારતની “એક્ટ ઈસ્ટ” નીતિ માટેની આધારશિલાઓમાની એક હોવાનું તેમજ તેને ઝડપભેર સંપન્ન કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રીએ મનરેગા હેઠળ લાભના સીધા હસ્તાંતરણ (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) અને લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ – ટીપીડીએસ)નાં કામકાજનાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝેશન અંગેનાં કામની પ્રગતિ પણ તપાસી હતી.

AP/J.Khunt