Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સચિવો સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ સચિવો સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ સચિવો સાથે ચર્ચા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત સરકારના સચિવો સાથે આજે (31 ડિસેમ્બર, 2015) વાતચીત કરી. વાતચીત 70 મિનીટથી વધી ચાલી. પ્રધાનમંત્રીએ પાછલા દોઢ વર્ષ દરમિયાન સચિવોના કાર્યની પ્રશંસા કરતા કહ્યું કે શાસનના વિભિન્ન ભાગોમાં કાર્ય કરી રહેલા સચિવોની વિશેષજ્ઞતા વ્યાપક છે અને હવે આની બઢતીમાં બદલાવની અપેક્ષા નવા નવા કાર્યોમાં દેખાવી જોઈઅે.

પ્રધાનમંત્રીએ બદલાવ સાથે જોડાયેલ પરિવર્તન સંબંધી વિચારોને સામે લાવવા માટે સચિવોની પ્રશંસા કરી છે. ખરેખર સચિવોને સુશાન, રોજગાર સૃજન, શિક્ષા અને સ્વાસ્થ્ય, કિસાન કેન્દ્રિત કેટલીક પહેલ, ટોચનું બજેટ, ઉભરતી વૃદ્ધિ, સ્વચ્છ ભારત અને ગંગા પુનરુદ્ધારના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય કર્યા છે. પ્રધાનમંત્રીએ ભાર આપી ને કહ્યું કે આ ક્ષેત્રોમાંથી પ્રત્યેકમાં એક પગલું લેવું જોઈએ, જેમાં આમ જનતાના જીવનમાં નમૂનારૂપ સુધારો થાય. તેમણે શાસનમાં જનતાની ભાગીદારી અને આમ જનતાના સશક્તિકરણ પર ભાર આપ્યો.

હવે આ સચિવ પ્રધાનમંત્રીને વિચાર અને અભિપ્રાય આપ્યા પછી આવતા અઠવાડિયામાં સમૂહ અને ઉપસમૂહમાં વિચારોનું આદાન-પ્રદાન કરશે.

આ અવસર પર કેન્દ્રીય મંત્રિયો – સર્વશ્રી રાજનાથસિંહ, સુષમા સ્વરાજ અને નિતિન ગડકરી પણ ઉપસ્થિત હતા. મંત્રિમંડળ સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રધાનમંત્રી કાર્યાલયોના બધા સહકર્મીઓ પણ હાજર હતા.

AP/GP