પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પઠાણકોટમાં આતંકવાદી હુમલાની ઘોર આલોચના કરતા કહ્યું કે માનવતાના દુશ્મન જે રાષ્ટ્રની પ્રગતિને નથી જોઈ શકતા, તેમણે ભારતીય સશસ્ત્ર દળોને નુકસાન પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે. આતંકવાદીઓના મનસુબાને સફળતાપુર્વક નાકામ કરવા માટે તેમણે સશસ્ત્ર બળોને અભિનંદન આપ્યા અને કાર્યવાહી દરમિયાન પ્રાણ ન્યોછાવર કરનારા શહિદોને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ મૈસુરના મહારાજા કોલેજ ગ્રાઉન્ડમાં શ્રી સુત્તુર મઠના પરમ પૂજ્ય જગતગુરૂ ડૉ. શ્રી શિવરાત્રી રાજેન્દ્ર મહાસ્વામીજીના શતાબ્દી સમારોહ દરમિયાન જનસભાને સંબોધિત કરતી વખતે આ પ્રમાણે કહ્યું હતું. પ્રધાનમંત્રીના ભાષણનો અંશ નીચે મુજબ છે:
આજે જ્યારે હું આ પવિત્ર કાર્યક્રમમાં આવ્યો છું, હું દેશના જવાનોનું ગર્વ કરવા માગું છું, દેશની સુરક્ષા બળોનું ગર્વ કરવા માંગું છું. તેમનું અભિનંદન કરવા માંગું છું. જ્યારે યુદ્ધ થાય છે તો દુશ્મન દેશ, પોતાની સામેવાળા દશના સૈન્ય શક્તિ પર ઘાત કરવાનો પ્રયાસ કરે છે. આજે માનવતાના દુશ્મોને જે ભારતીય પ્રગતિને જોવાની તેમની પરેશાની થઈ રહી છે, એવા તત્વોને એવી તાકતોએ પઠાનકોટમાં હિન્દુસ્તાનના સૈન્ય શક્તિના અંગ એરબેઝ પર હુમલાનો પ્રયત્ન કર્યો છે. હું દેશના સુરક્ષા દળોને ધન્યવાદ આપું છું કે દુશ્મનોના એ ઈરાદાઓને તેમણે રાખમાં મેળવી દીધા. તેમને સફળ ન થવા દીધા અને જે જવાનો શહીદ થયા છે, તેમની શહાદતને હું નમન કરું છું, અને દેશવાસિઓને હું વિશ્વાસ અપાવું છું કે આપણા સુરક્ષા દળોમાં એ સામર્થ્ય છે કે દુશ્મનોના કોઈ પણ નાપાક ઈરાદાઓને ઉઠતા જ તેને ખત્મ કરવાની તાકાત રાખે છે અને દેશની સુરક્ષા પ્રદાન કરે છે. એ જાબાંજ જવાનોને અભિનંદન આપું છું, અને સુરક્ષા દળોને અભિનંદન આપું છું અને આવા સમયે રાષ્ટ્રના આત્મવિશ્વાસ, રાષ્ટ્રનું ધૈર્ય અને રાષ્ટ્રીય એકતા એક સ્વરમાં રાષ્ટ્ર જ્યારે બોલે છે તો દુશ્મનના ઘરો નષ્ટ થઈ જાય છે. એ સંકલ્પ લઈને આગળ વધે.
Proud of our Jawans and security forces: PM @narendramodi in Mysuru
— PMO India (@PMOIndia) January 2, 2016
Enemies of humanity who can't see India progress, such elements attacked in Pathankot but our security forces did not let them succeed: PM
— PMO India (@PMOIndia) January 2, 2016
In Pathankot today, our security forces once again demonstrated their valour. I salute their sacrifice.
https://t.co/jqcIYiflzE
— Narendra Modi (@narendramodi) January 2, 2016