Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જાપાનનાં ટોક્યોમાં મેક ઈન ઇન્ડિયા પરિસંવાદમાં પ્રધાનમંત્રીનું સંબોધન

જાપાનનાં ટોક્યોમાં મેક ઈન ઇન્ડિયા પરિસંવાદમાં પ્રધાનમંત્રીનું સંબોધન

જાપાનનાં ટોક્યોમાં મેક ઈન ઇન્ડિયા પરિસંવાદમાં પ્રધાનમંત્રીનું સંબોધન

જાપાનનાં ટોક્યોમાં મેક ઈન ઇન્ડિયા પરિસંવાદમાં પ્રધાનમંત્રીનું સંબોધન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યો ખાતે ‘મેક ઈન ઇન્ડિયા : ભારત-જાપાનની આફ્રિકામાં ભાગીદારી અને ડિજિટલ ભાગીદારી’ પરિસંવાદને સંબોધન કર્યુ હતુ.

પ્રધાનમંત્રીએ સમજાવ્યુ હતું કે, તેમની સરકાર વેપાર-વાણિજ્યમાં સરળતા અને નાગરિકોના જીવનમાં સરળતા પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે ભારતમાં જાપાનની કંપનીઓની મોટી હાજરી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એ બાબતની પણ નોંધ લીધી હતી કે જાપાન ભારતમાં ઘણા મોટા ઔદ્યોગિક પ્રોજેકટમાં ભાગીદાર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ છેલ્લા ચાર વર્ષમાં ભારતના આર્થિક પ્રદર્શનની ઉપલબ્ધિઓ અંગે સમજ આપી હતી. તેમણે કહ્યું કે ભારત અત્યારે સૌથી વધુ ઝડપથી વિકસતું મોખરાનું અર્થતંત્ર છે. તેમણે ભારતમાં બિન-ઔપચારિકમાંથી ઔપચારીક અર્થતંત્ર તરફના ડિજિટલ પરિવર્તન અને જીએસટી વગેરે અન્ય મોટા બદલાવ અંગે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત એ એક ઉદયમાન અર્થતંત્ર, ઝડપથી વિકસતો મધ્યમ વર્ગ અને યુવાનોની વસતી ધરાવતો દેશ છે અને જાપાનના રોકાણકારો માટે ઘણી નવી તકો પૂરી પાડી શકે છે. આ સંદર્ભમાં તેમણે અન્ય ક્ષેત્રોની સાથે ઓછા ખર્ચે ઉત્પાદન, આઈટી ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રીક મોબિલીટી જેવા ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારત અને જાપાન વચ્ચેનાં મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશો ઈન્ડો-પેસિફિક સાઉથ એશિયા અને આફ્રિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં વિકાસલક્ષી મજબૂત ભાગીદારી ઈચ્છે છે.

J.Khunt/GP/RP