Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સરકારે નમામી ગંગેના અંતર્ગત કાર્યક્રમના ઝડપી અમલીકરણના દ્રષ્ટિકોણમાં દ્રષ્ટાંતરુપ બદલાવ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નમામી ગંગે કાર્યક્રમના અંતર્ગત મિશ્રિત વાર્ષિક વેતન આધારિત સાર્વજનિક-ખાનગી ભાગીદારી શરુ કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એનો ઉદ્દેશ્ય ભારતમાં નકામા પાણીના ક્ષેત્રમાં સુધારો કરવાનો છે. દ્રષ્ટિકોણમાં દ્રષ્ટાંતરુપ બદલાવથી મિશ્ર વેતન આધારિત સાર્વજનિક ભાગીદારી (પીપીપી) મોડલ અપનાવાશે. એનાથી કાર્ય પ્રદર્શન, સક્ષમતા, વ્યવહારિકતા તથા નિરંતરતા સુનિશ્ચિત થઈ શકશે. આ મોડલમાં મૂડીગત રોકાણ માટે એક ભાગ (40 ટકા સુધી)ની ચૂકવણી સરકાર દ્વારા કરાશે અને બાકીની ચૂકવણી વાર્ષિક રુપે 20 વર્ષો સુધી કરવામાં આવશે.

આ મોડેલના વિશેષ સ્વભાવને ધ્યાનમાં રાખતા અને ભવિષ્યમાં તેને ઉપર લાવવા માટે સરકાર આવી પીપીપી પરિયોજનાઓની યોજના, સંરચના, રાહત મેળવનારાઓને આકર્ષિત કરવા તથા કાર્ય પર નજર રાખવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (એસપીવી) સ્થાપિત કરશે અને સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન (એનએમસીજી)ના સમગ્ર દિશા-નિર્દેશના અંતર્ગત સમગ્ર નીતિના માધ્યમથી શોધાયેલા નકામા પાણી માટે બજાર વિકસિત કરાશે. એસપીવીની સ્થાપના ભારતીય કંપની અધિનિયમ 2013ના અંતર્ગત કરવામાં આ‌વશે અને તેના માધ્યમથી આવશ્યક શાસન માટેનું માળખું અને કામ કાજ સંબંધિત સ્વાયત્તતા પ્રદાન કરવામાં આ‌વશે.

એસપીવી પરિયોજનાઓને હાથમાં લેવા માટે ભાગ લેનારી રાજ્ય સરકારો તથા શહેરી તંત્રો સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાશે. એવી ત્રિપક્ષીય સમજૂતીઓનો ઉદેશ્ય સુધારો લાગુ કરવા તથા પ્રદૂષણ આધારિત યુઝર ફી પુનઃ પ્રાપ્ત કરવા માટે પગલાં લેવાનો છે.

મંત્રાલયે એસટીપીથી સ્વચ્છ કરાયેલા પાણીને ખરીદવા માટે રેલ મંત્રાલય સાથે સમજૂતી કરી છે જેથી સ્વચ્છ કરાયેલા ગંદા પાણી માટે ઝડપથી બજાર વિકસિત કરી શકાય. એ જ રીતની સમજૂતીઓ વિદ્યુત, પેટ્રોલિયમ તથા ઉદ્યોગ મંત્રાલય સાથે કરવામાં આવશે.

સરકાર દ્વારા આ ભવિષ્ય માટે લેવામાં આવનારા પગલાં છે જેમાંથી સ્વચ્છ કરાયેલા પાણી માટે બજાર વિકસિત કરી શકાશે અને માળખાકીય સુધાર પરિયોજનાઓની પુરક હશે. એનાથી નમામી ગંગે કાર્યક્રમના અંતર્ગત કરવામાં આવેલી સમાન વહેંચણી સાથે અનેક પરિયોજનાઓ શરુ કરી શકાશે અને પ્રારંભિક વર્ષોમાં નાણાંકીય જવાબદારીમાં કમી આવશે. સંપૂર્ણ રાહતના સમયગાળા દરમિયાન ખાનગી ભાગીદારીના હિસ્સાને વિસ્તારવાથી દીર્ધકાલિન રુપે સંચાલન સુનિશ્ચિત થશે. કાર્ય પ્રદર્શન ધોરણોને વાર્ષિક ચૂકવણી સાથે જોડવાથી યોગ્ય ધોરણો વાળા સ્વચ્છ કરાયેલા પાણીનો ઉદેશ્ય સુનિશ્ચિત થશે. આ શહેરી સ્થાનિક સંસ્થાઓની ક્ષમતાના સર્જનમાં સહાયક થશે કેમકે પ્રદૂષણ આધારિત ચૂકવણી પર યૂઝર ફીની વસૂલાતનો આધાર સ્થાપિત થઈ જશે.

UM/AP/J.KHUNT/GP