Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા કાર્યક્રમના લોકાર્પણ સમયે વડાપ્રધાનશ્રીનું સંબોધન

સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા કાર્યક્રમના લોકાર્પણ સમયે વડાપ્રધાનશ્રીનું સંબોધન

સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા કાર્યક્રમના લોકાર્પણ સમયે વડાપ્રધાનશ્રીનું સંબોધન


આજે શનિવાર છે, સરકારનો સ્વભાવ રજાનો હોય છે અને છ વાગ્યા પછી તો પ્રશ્ન જ નથી થતો. જો કોઇ આપને પ્રશ્ન કરે કે ફરક શું છે, તો ફરક આ છે. હું પણ ક્યારેક વિચાર કરું છું કે મને પણ આપના જેવી કોઇ તાકત આપી હોત. જ્યારે રીતેશને સાંભળી રહ્યો હતો તો મને વિચાર થઇ રહ્યો હતો કે એક ચા વેચનારે હોટેલ ચેઇનનો વિચાર કેમ ના કર્યો પરંતુ હોઇ શકે છે કે મારા નસીબમાં, નરેન્દ્ર મોદી ચા વેચનાર કંઇ કરી શકે કે ના કરી શકે પરંતુ દેશના કરોડો નવયુવાન કંઇક કરી શકશે એ આશા તો મારા મનમાં ભરેલી છે. જ્યારે મેં 15 ઓગસ્ટના રોજ લાલકિલ્લાથી કહ્યું હતું કે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ- અપ ઈન્ડિયા તો એવી જ રીતે હવાની લહેરની જેમ વાત આવી અને જતી પણ રહી, ક્યાંક નોંધ ના થઇ પરંતુ આજે કદાચ સવા સો દિવસ પછી આ નોંધ થશે કે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા શું છે.

જે દેખાય છે તે માનવું જોઇએ, આજે દેશભરમાં આઈઆઈટીના નવયુવાન આપને જોઇ રહ્યાં છે. દેશના અનેક સ્થાને યુવા સવારથી આ કાર્યક્રમને નિહાળે છે તેઓ પણ આપની સાથે ભાગીદાર છે. મોટાભાગના લોકોને લાગે છે કે સરકાર આ કરશે તો તે થશે, સરકાર આ કરશે તો આવું થશે. મારી વિચારસરણી કંઇક જુદી છે. મારો વિચાર છે કે સરકાર આ નહીં કરશે તો આટલું બધુ થશે અને એટલા માટે જ આજે આપ સહુને એટલા માટે એકઠા કરવામાં આવ્યા છે કે આપ અમને જણાવો કે શું શું નથી કરવાનું. 70 વર્ષ સુધી ઘણું બધું કર્યું છે અમે અને આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ અને હું તો કહું છું કે એક વખત અમે ન કરવાનો નિર્ણય પણ કરીએ તો આ લોકો 10 વર્ષમાં દેશને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી શકે તેમ છે. દેશની દરેક વ્યક્તિના દિલમાં એક સપનું હોય છે એ સપનાંની સાથે તેના દિલમાં કંઇક વિચાર પણ હોય છે, આઈડિયાઓ હોય છે. કેટલાક લોકોને દરરોજ નવા નવા વિચાર એટલે કે આઈડિયા આવતા હોય છે અને સાંજ થતાં થતાં સુધી તો તેનું બાળમરણ થઇ જતું હોય છે. પરંતુ કેટલાક લોકો હોય છે કે જેઓ આઈડિયાની સાથે ઓતપ્રોત થઇ જાય છે અને તેમાંથી બહાર નિકળી શકતા નથી અને આખો પરિવાર હેરાન પરેશાન થઇ જાય છે કે આ કંઇક કરતો નથી, બસ તેમાં જ લાગેલો રહે છે, કોઇની સાથે વાત નથી કરતો, મિત્રો-દોસ્તોની સાથે નથી મળતો, શું થઇ ગયું છે તેને, ક્યાંક પાગલ તો નથી ગયોને પરંતુ એ જ એક દિવસે કંઇક કમાલ કરી બતાવે છે. ત્યારે આખા પરિવારને લાગે છે કે નહીં નહીં સાહેબ તેમાં તો અગાઉથી આવું જ હતું. આપ સહુના જીવનમાં આવા પ્રકારનો અનુભવ આવ્યો જ હશે. જે સર્વનાશ આપે સાંભળ્યું કોઇ માતાએ કહ્યું હોય કે નહીં કહ્યું હોય પરંતુ ઓછા વધારે પ્રમાણમાં દરેકને અનુભવ આવ્યો હશે. કારણ કે મોટાભાગના આ ફર્સ્ટ જનરેશન આન્ત્રેપ્રિન્યોર્ર છે, સમગ્ર સ્ટાર્ટ-અપ અને જ્યારે કંઇક વિચારશો તો નહીં દિકરા, આપણું કામ નથી તું ક્યાંક નોકરી કરી લે. શરુઆતમાં જ્યારે મિત્રોએ સાંભળ્યું હશે ત્યારે ખૂબ મઝાક ઉડાવી હશે, ઉપહાસ કર્યો હશે. આવતા જતા તમને એ નામે જ બોલાવતા હશે કે આ તો કંઇક કરી નાખવાનો હતો કે કંઇક કરી નાખવાનો છે પછી એ પળ આવ્યો હશે કે બધી જગ્યાએ વિરોધ થયો હશે, બધા દૂર, પરિવારના લોકોએ વિરોધ કર્યો હશે, આ નથી કરવાનું જાઓ જઇને કોઇક નોકરી કરો, કમાણી કરો. જો પેલાની ક્યાંક ઓળખાણ છે નેતાજી સાથે ઓળખાણ છે ક્યાંક લગાવી દેશે.

એ વિરોધ છતાં પણ જેઓ ટકી ગયા હશે, આજે બધા કહેતા હશે કે યાર, આણે તો કમાલ કરી નાખી છે, મારે પણ કંઇક આવું જ કરવું છે. દરેકના સ્ટાર્ટ-અપની જીવનની કહાની કંઇક આવા પ્રકારની જ છે. એક અંદરથી ઉર્જા આવતી હોય છે, આંતરિક સપનાં હોય છે, અંદરથી તેની સાથે પૂરા થઇ જવાનો ઇરાદો હોય છે ત્યારે જઇને પરિસ્થિતિઓ પલટે છે અને દુનિયામાં હર કોઇએ આ કર્યું જ હશે. ક્યારેક આપણે આજે વિચારીએ કે તેમણે 1423, મારા વિચારથી 1423 છે, કોલંબસ જ્યારે નિકળ્યો હશે ત્યારે શું મળવાનું હતુ પરંતુ તેને લાગ્યું હશે કે કોઇ નવો માર્ગ મારે શોધવાનો છે, વિશ્વને મારે જોડવાનું છે અને એ નીકળી પડ્યો હશે નીકળતા અગાઉ તેણે અનેક બાબતોનું અધ્યયન કર્યું હશે. ટેકનોલોજી વિકસાવી હશે અને નવો એક સ્પાઇસ રુટ વિશ્વને આપ્યો.

આજે, આજે જે સ્પેસમાં કામ કરી રહ્યાં છે, શરુ જ્યારે થયું હશે ત્યારે તો લોકો હાંસી ઉડાવતા હશે, યાર આ શું કરી રહ્યા છે. હરેક બાબતની ક્યાંકથી શરુઆત થાય છે તો જે કરે છે તેને જ દેખાય છે શું થવાનું છે અને અન્યોને એ જ દેખાય છે કે આ તો પાગલ છે અને એટલા માટે જેમણે આ સફળતા હાંસલ કરી છે તેઓ ફક્ત ઉદ્યોગસાહસિક નથી. એક પ્રકારથી રોમાંચ સાહસ તેમની પ્રકૃતિનો હિસ્સો છે ત્યારે જઇને આ થાય છે. સ્ટાર્ટ-અપની સફળતા ફક્ત ઉદ્યોગસાહસિકતાની ક્વોલિટીથી નથી. પડકારો ઝીલવાની ક્ષમતા, એડવેન્ચર કરવાનો ઇરાદો એ તેની સાથે જોડાય છે અને ત્યારે જઇને આપણે વિશ્વને કંઇક આપી શકીએ તેમ છીએ. સ્ટાર્ટ-અપ, હું કાલે એડમ સાથે વાત કરી રહ્યો હતો. તે ખૂબ રસપ્રદ છે. તેમને મળવા જવું છે. તેમને હિન્દુ સ્તારનની ધાર્મિક દુનિયામાં ખૂબ રસ છે પરંતુ મને તેમણે એક વાત ખૂબ સારી જણાવી. તેઓ કહી રહ્યાં હતાં કે જેઓ પૈસા કમાવવાના ઇરાદાથી આવે છે તેઓ ક્યારેક સ્ટાર્ટ-અપ કરી શકતા નથી. જેઓ કંઇક કરવાના ઇરાદાથી આવે છે પૈસા તેમના માટે ગૌણ બાબત બની રહે છે અને આપ સહુએ જોયું હશે કે આપ લોકોએ જ્યારે શરુ કર્યું હશે ત્યારે આપનું બેન્ક બેલેન્સ શું હશે, એ ક્યારેય નહીં વિચાર્યું હશે પરંતુ જીવનમાં શું બદલાવ લાવવાનું છે તે અંગે વિચાર્યું હશે ત્યારે થયું હશે. ઉબેર કુબેર બની ગયો. આપણે ત્યાં કુબેર ભંડારી હતા અગાઉ. હું નથી માનતો કે એણે અગાઉ વિચાર્યું હશે. તેણે અગાઉ એ જ વિચાર્યું હશે કે ભાઈ લોકોની સમસ્યાનું હું કંઇ રીતે સમાધાન કરી શકું, સસ્તી કેબ કેવી રીતે શરુ કરી શકું અને તેમાંથી એક વ્યવસ્થા વિકસિત થઇ ગઇ.

જ્યારે સ્ટાર્ટ-અપની ચર્ચા થતી હોય છે ત્યારે મોટાભાગે આઈટીની આસપાસ જ વિચારવામાં આવે છે અને હવે આપણે કેટલાક પગલાં જ દૂર છીએ, બસ એક એપની પાસે પહોંચી ગયા, થઇ ગયું. હરેક સમસ્યાનું સમાધાન એપ. અલબત્ત હું તેમાં ખુબ લાભમાં રહ્યો છું કારણ કે મેં નરેન્દ્ર મોદી એપ શરુ કરી છે. મને એટલા બધા યુવા વિચાર મળતા રહે છે. એટલા બધા લોકોને જાણવાનું મળે છે અને હુ આપને પણ આગ્રહ કરું છું. દેશભરમાં આ પ્રકારથી સ્ટાર્ટ-અપ અને દુનિયાભરના લોકોને હું કહું છું કે આપ લોકો મારી સાથે એપથી જોડાઈને પોતાની સકસેસ સ્ટોરી બતાવો, હું દુનિયાને બતાવીશ કારણ કે તે જ વાયરલ થવાનું છે. સકસેસ સ્ટોરી જ વાયરલ થવાની છે અને લોકોનું મનમંદિર જે છે તે સફળતાને જકડી રાખનારું છે. નિરાશાનું વાતાવરણ હવે નથી રહ્યું અને ગયા એ દિવસો પૂરા થઇ ગયા છે. આશા, વિશ્વાસ, કંઇક કરી બતાવવાનો જુસ્સો ઇરાદા એ સમય નજરે પડે છે અને તે જ સ્થિતિઓનો બદલે છે. એ જ પરિસ્થિતિઓને પરિવર્તિત કરવા માટેની તાકત રાખે છે અને તેનો હું અનુભવ કરી રહ્યો છું અને આજે હું જેવો અહીં પ્રવેશ્યો દરેકે મને એક જ રીપોર્ટ કર્યો, સાહેબ શું એનર્જી છે આ કાર્યક્રમમાં. આ વિજ્ઞાન ભવન કંઇક પહેલી વખત ભરાયું નથી પરંતુ એનર્જી પ્રથમ વખત ભરાઈ છે અને આ સભાગૃહમાં જે એનર્જી હશે પરંતુ એ આખા હિન્દુસ્તાનના નવયુવાનોના મનમંદિરનું પ્રતિબિંબ છે અહીં, તેમની આશા-આકાંક્ષાઓની પ્રતિધ્વનિ છે અહીંયા. અને એ અર્થમાં તેનું પોતાનું એક મહત્વ છે.

જેઓ એપ બનાવે છે અથવા જેઓ સ્ટાર્ટ-અપની દુનિયામાં પ્રવેશે છે અથવા કોઇ નવી ચીજને ઇનોવેટ કરે છે તેના મૂળમાં કંઇક નવું કરવા માટેનો ઇરાદો હોય છે, રોમાંચવાળુ સાહસિકતાથી ભરેલી પ્રકૃતિ હોય છે. દરેક બાબતના ઉંડાણમાં જવાનો સ્વભાવ હોય છે પરંતુ સૌથી મોટી વાત એ હોય છે તેની અંદર એક સંવેદના હોય છે. ખૂબ ઓછા લોકો આ વાતનો અનુભવ કરી શકશે, તેની અંદર એક સંવેદના હોય છે અને જ્યારે કોઇ ખરાબ પરિસ્થિતિ જુએ છે, કોઇ સમસ્યા નિહાળે છે તો તે તેને ઉંઘવા દેતી નથી. સમસ્યાઓ એની નથી કોઇ અન્યની જ છે પરંતુ એ તેને ઉંઘવા નથી દેતી. તેનું મન કરે છે કે હું કોઇ માર્ગ શોધુ, હું કંઇક કરું એમના માટે.

હું હમણાં બહાર આપનું વર્ચ્યુઅલ એક્ઝિબિશન જોઇ રહ્યો હતો. ત્યાં મને એક સિમ્પલ વસ્તુ કોઇએ બતાવી હતી. એક આવું જ પેડ હતું હાર્ડબોર્ડનું અને બિલ્ડ હતું. હવે આટલી વિશાળ સ્ટાર્ટ-અપની દુનિયામાં તેને ક્યાં મુકવામાં આવ્યું હશે ત્યાં મેં પૂછ્યું. જવાબ મળ્યો કે સાહેબ દેશમાં આટલા બધા અકસ્માત થાય છે. અકસ્માત થયા પછી જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેના હાડકાં તો તૂટે જ છે. તેને લઇ જવાનું હોય તો મેડિકલ સર્વિસના લોકો આવશે પરંતુ ત્યાં સુધી શું કરવાનું. તો તેમણે એક હાર્ડબોર્ડ પર એક સામાન્ય વસ્તુ બનાવી છે તેને પગની નીચે લગાવી દો, પટ્ટી કેવી રીતે બાંધવી તે પણ તેની ઉપર લખવામાં આવ્યું છે. બોલો કોઇ ખર્ચ જ નહીં. હવે આનો અર્થ એ કે તેના દિલમાં આગ લાગી હશે. કે એક અકસ્માત થાય છે બિચારો કેટલો પરેશાન થતો હશે. લઇ જતા જ બે હાડકાં તૂટી જતાં હશે. તેમાંથી તેણે વિચાર્યું અને તે એક ઇનોવેશન બની ગયું. કોઇક માટે જે દુઃખ હોય છે, જે આપણને દુઆ આપવાની તાકત આપે કે ના આપે, આપણી અંદર એવી એક અવસ્થા પેદા કરે છે જે આ લાખો-કરોડોના દર્દને દૂર કરવાનું કારણ બની જાય છે અને ત્યારે સ્ટાર્ટ-અપ થાય છે અને એટલા માટે આપનું આ સ્ટાર્ટ-અપ અભિયાન, આ બેન્ક બેલેન્સ અને રુપિયા-પૈસા કેટલા છે તેની સાથે જોડાયેલું નથી. જન સામાન્યની સમસ્યાઓથી મુક્તિ અપાવવી, સુવિધાઓને સરળ બનાવવી, આ એક મહત્વપૂર્ણ કામને કરવા માટેની તાકત રાખે છે. અને એટલા માટે જો આપણે આપણી આસપાસ ઝીણવટ ભરેલી નજરે જોઇશું તો લાગશે કે યાર, ભગવાને મને બુદ્ધિ આપી છે, હું ભણેલો છું, હું ટેકનોલોજીનો જાણકાર છું. હું આ સમસ્યાનો સમાધાન વિચારું, હું કંઇક શોધું અને ફરી તે શરુ કરી નાખે છે. હર કોઇ સામાન્ય માનવી શું કરશે. બિચારા તેની સાથે ઝઝૂમશે અથવા તો વ્યવસ્થાને વખોડશે. કહેશે કે આ નથી કર્યું તે નથી કર્યું. મીડિયાવાળા હશે તો રીપોર્ટ કરી દેશે. સમસ્યા જ્યાંની ત્યાં જ રહેશે. પરંતુ જેના મનમાં આ જે ચેતના પડેલી છે તે એનો ઉપાય શોધશે અને તે સ્ટાર્ટ-અપનું કારણ બને છે.

અહીં આટલા બધા નવયુવાનો છે. મારા મનમાં આવે છે કે આપ લોકો જરા વિચારો. આપણા દેશનો ખેડૂત કેટલી મહેનત કરે છે. આટલી મહેનત કરે છે અને જે અનાજનો પાક મળે છે તેમાંથી વધારે પ્રમાણમાં બગાડમાં જતું રહે છે, બરબાદ થાય છે. હવે જૂના જમાનામાં ઇન્ફ્રાસ્ટ્રકચર, તેના માટે પૈસા, આ વ્યવસ્થા, શું આપણો કોઇ નવયુવાન પોતાનું મગજ લગાવીને એવી કોઇ વ્યવસ્થા વિકસાવી શકે છે કે જે પોષાય તેવી હોય અને આટલું બધું જે આપણે ત્યાં બગાડ થાય છે તે બચી જશે. શક્ય છે કે કદાચ દુનિયાના અનેક ગરીબ દેશોનું પેટ ભરી શકાય આટલા બગાડથી. આપણા ફળ-ફૂલ, શાક, ફળ પકવનાર ખેડૂત પહાડી વિસ્તારમાં રહે છે, શહેરમાં આવતા સુધીમાં બિચારાનો માલ ખરાબ થઇ જાય છે. આપણને તેઓ શું ટેકનોલોજી આપશે, કઇ આધુનિક વ્યવસ્થા આપી શકશે.

હું હમણા એક દિવસ કંઇક આ એઇરીટેડ વોટર બનાવનારી કંપનીઓને મળ્યો હતો. મેં કહ્યું તમે આટલું બધું સારું સારું બનાવો છો પેપ્સી અને કોલા અને ન જાણે શું શું બનાવે છે મને તો નામ પણ નથી ખબર. કેમ નહીં આપ લોકો બે ટકા, પાંચ ટકા નેચરલ ફ્રુટ જ્યૂસ, ફરજીયાત તેનો હિસ્સો બનાવી દો, હિન્દુસ્તાનના દરેક ખેડૂત જે પકવે છે તે આપમેળે વેચાઈ જશે જો તેના અંગે કોઇ વિચારશે તો. હવે જુઓ આજે આપણા જ દેશના વૈજ્ઞાનિકોએ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આપણા જ લોકોને વેક્સિન પર કામ કર્યું. આજે દુનિયાના મોટાભાગના દેશોમાં, મોટભાગે ગરીબ લોકોને સસ્તામાં સસ્તી બાળકો માટેની જે રસી હોય છે ક્યાંકથી પહોંચે છે તે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે.

અને આટલા દિવસો જેટલા પણ લોકો મને મળ્યાં છે તેઓ કહે છે કે સાહેબ અમારી માગણીઓ ઘણી બધી છે, તેના પ્રોડક્શન માટે હજુ કયા માર્ગ નિકાળશો. લોકો પોતાનું ડોનેશન આપવા માટે તૈયાર હોય છે કે આપણે, આપણે જે ભારતના લોકોએ વેક્સિનની દિશામાં કેટલા કરોડો કરોડો બાળકોની જિંદગી બચી રહી છે. જેણે લેબમાં બેસીને કામ કર્યું હશે, જેણે કોન્સેપ્ટ વિચાર્યો હશે એમની તો ઓળખાણ પણ નહીં થઇ હશે પરંતુ આજે લાગે છે કે તેમણે માનવતાની કેટલી મોટી સેવા કરી છે.

આપણે એવી કઇ કઇ બાબતો કરીએ કે જેના કારણે આપણે અહીં હવે જેવા ઓટોમિક એનર્જીવાળાઓએ ડુંગળીને લાંબા સમય સુધી જાળવા રાખવા માટેની ઘણી વ્યવસ્થા વિકસાવી છે કારણ કે ડુંગળીનાં ભાવ ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જતાં રહે છે ત્યારે સરકારનો શ્વાસ પણ ઉપર – નીચે થતો રહે છે. કેમ, કારણ કે તે લાંબા સમય સુધી ટકતા નથી ખરાબ થઇ જાય છે. ઉત્પાદન વધારે થાય તો પણ ખેડૂતનો મરો થાય છે, ઉત્પાદન ઓછું થાય તો તેને જાળવી રાખવા માટેની વ્યવસ્થાઓ વિકસિત થાય છે. એટોમિક એનર્જીવાળાઓ આ અંગે ખૂબ કામ કરી રહ્યાં છે પરંતુ તે ખૂબ ખર્ચાળ હોય છે.

શું આપણા સ્ટાર્ટ-અપની દુનિયાના નવયુવાન આવી કોઇ બાબતમાં જશે. આઈટીના વર્તુળમાંથી બહાર નીકળીને આપણે અને આવા નાના સાધન, હવે ભારતમાં જુગાડ. હું સમજું છું કે કદાચ આવું ઇનોવેટિવ ભારત દુનિયામાં ક્યાંય પણ નજરે નહીં આવે. આજે હરેક વ્યક્તિ પાસે કોઇકને કોઇક ઇનોવેશન છે. મેં એવા લોકો જોયા છે કે વીજળી નથી તો મોટરસાયકલથી પંપ ચલાવે છે અને પાણી ખેંચે છે અને ખેતરો સુધી પાણી પહોંચાડે પણ છે. તેમણે પોતાની રીતે માર્ગ શોધી લીધો છે. આવા જુગાડ કરનારા લોકોની કમી નથી. પરંતુ તેઓ જે જુગાડ કરે છે, પોતાની વ્યવસ્થાને સંભાળી લે છે. પરંતુ આપણી પાસે એ પ્રકારની નજર હોય, દર્શન થાય. જોઇએ તો આપણામાં સ્પાર્ક થાય છે યાર તેને હું સ્કાલાબલ કરું એવી વ્યવસ્થા હું બનાવી દઉં.

જ્યારે આપણે મેક ઇન ઈન્ડિયા કહીએ છીએ ત્યારે મેક ફોર ઈન્ડિયા પણ છે કારણ કે સવા સો કરોડનો દેશ છે, આટલું મોટું માર્કેટ છે. પરંતુ આપણે ઇચ્છીએ છીએ કે તે ફુલ પ્રૂફ કેવી રીતે બની શકે, સરળ કેવી રીતે બની શકે અને સામાન્ય માનવી માટે તે કેવી રીતે સરળતાથી ઉપલબ્ધ બની શકે તેમ છે. જો આ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં આપણે સફળ બનીએ છીએ તો હું માનું છું કે આપણા દેશના નવયુવાન આપણી પોતાની સમસ્યાઓને. અહીં કોઇકે કહ્યું કે જો હું જો દેશની સમસ્યાને સમજી શકીશ, કદાચ તિવારીએ કહ્યું હશે. હું મારી સમસ્યાઓને સમજી શકીશ ત્યારે જઇને મને માર્ગ શોધવા માટેની સૂઝ પડશે અન આ જેટલું ફેલાશે દેશમાં વિકાસ માટેની સંભાવનાઓ પણ એટલી જ રહેલી હશે. એ સંભાવનાઓથી લઇને નાનામાં નાની આવશ્યકતાઓથી લઇને મોટામાં મોટી.

અને સ્ટાર્ટ-અપનો અર્થ એ નથી કે હર કોઇની પાસે બિલિયન ડોલરનું કામ થઇ રહ્યું હશે અને બે હજાર લોકો કામ કરે એ જરૂરી પણ નથી. પાંચ લોકોને પણ જો હું રોજગારી આપી શકીશ તો મારું સ્ટાર્ટ-અપ મારા દેશને આગળ વધારી રહ્યું છે. એક મનોવૈજ્ઞાનિક પરિવર્તન લાવવાનું છે કે યુવાઓના મગજમાંથી જોબ સીકરની માનસિકતામાંથી તેમને બહાર લાવવાના છે. તેઓ જોબ ક્રિએટર બને. અને એક વખત જો તેમના મગજમાં આવી ગયું કે મારે બે લોકોની જીંદગીને સંભાળવાની છે બસ ત્યારે તો તેઓ કરી લેશે.

આપણા દેશમાં એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર પર જોર આપવામાં આવે છે, શિક્ષકની ભરતી પર જોર આપવામાં આવે છે, તે કામ પણ ચાલી રહ્યું છે. પરંતુ સમયની માગ છે શિક્ષણની ગુણવત્તાની ગરીબથી ગરીબ અંતરિયાળ વિસ્તારો, જંગલોમાં રહેનાર વ્યક્તિ હોય કે પહાડોમાં રહેનાર વ્યક્તિ હોય. હું એવી કોઇ ચીજ શોધી કાઢું કે એ જ ગુણવત્તાનું શિક્ષણ જે અમીર પરિવારના બાળકોને મળે છે એ ટેકનોલોજીની મદદથી ગરીબથી ગરીબ સુધી કેવી રીતે પહોંચાડી શકું. અને આ દેશ ત્યારે બદલાશે આપણે સમાજના છેવાડાના માણસને આ સુવિધાનો લાભ પહોંચાડી શકું જે એના જીવનને બદલવાનો અવસર આપે. આપણે તેને ખવડાવવાની જરૂરત નહીં પડે. જો તેમને ક્વોલિટી એજ્યુકેશન મળે છે તો ત્યાં પણ આવા જ સ્પાર્કવાળા બાળકો હશે જે ઉભા થઇ જશે અને દુનિયાને બદલી નાખશે.

આરોગ્ય ક્ષેત્ર, આજે હેલ્થ સેક્ટરમાં મોટાભાગના ડોકટરો પર આધારિત ઓછું છે અને ટેકનોલોજી પર વધારે આધારિત છે. ડોક્ટરો પણ પોતે ટેકનોલોજી પર આધારિત છે. મશીન નક્કી કરે છે કે તમને શું તકલીફ છે પછી ડોકટરો કહે છે સારું છે પુસ્તક જોઇને. એનો અર્થ એ કે હેલ્થ સેક્ટરમાં ટેકનોલોજી, ઈનોવેશનની સંભાવનાઓ વધતી જાય છે પરંતુ ભારત જેવા દેશમાં આ પોષાય તેમ કેવી રીતે બની શકે તે આપણી સામે એક પડકાર છે. સસ્તામાં સસ્તી વ્યવસ્થા કેવી રીતે બની શકે તે અંગે આપણે વિચારીએ નવેસરથી વિચારીએ. અને એટલા માટે સ્ટાર્ટ-અપ કહેવા પછી કેટલાક લોકોનો વિચાર હોય છે કે આ તો હાઈ-ફાઈ હશે, લેપટોપથી બહારની દુનિયા કંઇક નહીં હોય, મોબાઇલથી જોડાયેલી હશે. આ લોકો છે જેમણે કંઇક કમાલ કરી છે. અહીં દરેક પ્રકારના લોકો છે.

હવે જુઓ હેન્ડીક્રાફ્ટ. ભારતનું હેન્ડીક્રાફ્ટ દુનિયામાં પોતાનો ડંકો બજાવશે એવી તમે એપ બનાવીને દુનિયામાં પ્લેટફોર્મ પર કેમ ઉભા ના રહી શકો. ફક્ત ઈ-કોમર્સ નહીં આપણે તેનાથી બે પગલાં કેવી રીતે આગળ જઇએ અને તેમાં જેવી વૈશ્વિક જરુરિયાત હોય તેવી ડિઝાઇન પણ પૂરી પાડીએ જેથી આપણી જે ગરીબ વ્યક્તિ ગામમાં બેસીને નાની વસ્તુઓ બનાવે છે તેને પણ આઇડિયા મળે કે નહીં આવું નહીં તેવું કરો. આ સ્ટીચ અહીં નહીં કરો, ત્યાં કરો, લાકડી આમ ના મુકો પણ તે રીતે મુકો.

તે આપમેળે બદલાતું રહેશે અને પોતાની જરુરિયાતને પૂરી કરતા રહેશે. તેના માટે કનેક્ટિવિટી જોઇએ તે મોટી જરુરિયાત છે અને આ આ જે કામ આપ નવયુવાનોના મગજથી થઇ શકે તેમ છે એટલા માટે હું જ્યારે કહું છું કે સ્ટાર્ટ-અપ તો હું એ માનીને ચાલું છું કે સ્ટેન્ડ-અપ ઈન્ડિયા. તે માટે અલગથી વિચાર કરવાની જરુર નથી. જે દેશ પાસે 800 મિલિયન 35 વર્ષથી ઓછી વયના નવયુવાન હોય એ દેશના નવયુવાનો પાસે ટેલેન્ટ હોય, હાથમાં હુન્નર હોય, અપરંપાર સપનાંઓ હોય અને આખી દુનિયામાં અવકાશ જ અવકાશ હોય શું નથી થઇ શકતું.

આજે હું આઈટી પ્રોફેશનલ્સને કહેવા માગીશ. વિશ્વમાં દુનિયામાં કોઇ પણ દેશના નેતાઓનો મળું છું દુનિયાનું કોઇપણ ડેલિગેશન આવે છે, તેમની જે વાતો હોય છે તેમાં એક ચિંતા દરેકને સતાવે છે અને તે છે સાયબર સુરક્ષા. દરેક વ્યક્તિ સાયબર સુરક્ષાને લઇને હેરાન પરેશાન છે. શું ભારત સાયબર સિક્યુરિટી પ્રોવાઈડરના રૂપમાં ઓથોરિટી બની શકે છે. એક વખત હિન્દુસ્તાન બ્રાન્ડનું સાયબર સિક્યુરિટીનું સોફ્ટવેર મળી ગયું તો દુનિયાની કોઇ તાકત નથી કે તેને હલાવી શકે, કરી શકીએ તેમ છીએ કે નહીં. માનવ જાતિ માટે પડકારો આવશ્યક છે કારણ કે માથા ફરેલ લોકો તો છે જેઓ વિનાશ કરવા પર મક્કમ છે પરંતુ આપણે માનવતાને બચાવી પણ શકીએ તેમ છીએ.

આપણી પાસે આ પ્રકારના લોકો છે અને એ પણ સાચું છે કે ભારત પાસે મિલિયન્સ ઓફ મિલિયન્સ પ્રોબલમ પણ છે કરોડો પ્રકારની સમસ્યા પણ છે, કોઇ નકારી શકે તેમ નથી. પરંતુ તેની સાથે સાથે મને એ વાતનો પણ વિશ્વાસ છે કે કરોડોના કરોડો મસ્તિષ્ક પણ છે. જો કરોડો સમસ્યા છે તો કરોડો માઇન્ડ પણ આપણા દેશમાં છે. દરેક સ્ટાર્ટ-અપની પાછળ કોઇકને કોઇક સમસ્યાના સમાધાનનો હેતુ હોવો જોઇએ અને જ્યારે પણ કોઇ સ્ટાર્ટ-અપની પાસે સમસ્યાના સમાધાનનો હેતુ હશે તો તેના સંતોષનું સ્તર પણ કંઇક અલગ હશે જ. જ્યારે કોઇકની જીંદગીમાં બદલાવ લાવે છે તો તેને એક આત્મસંતોષ મળતો હોય છે અને એટલા માટે જ હું એવું કંઇક કરી બતાવું જેમાં હું જોબ ક્રિએટર બનું, હું એવું કંઇક કરી બતાવું જેના કારણે કોઇકના જીવનમાં હું કોઇક કામમાં આવી શકું, હું એવું કંઇક કરી બતાવું કે મારા દેશને એક પગલું આગળ વધવામાં મારું પણ કંઇક યોગદાન રહેલું હોય. આટલું સપનું પણ જો આપણે સાથે લઇને ચાલીએ તો આપણે ઘણું બધું કરી શકીએ તેમ છીએ.

આજે અહીં આપણી સામે એક એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. તે એક્શન પ્લાનની કેટલીક વિશેષતાઓ છે જે હું આપની સામે મુકવા ઇચ્છીશ જેથી આપ સહુ સવારથી મારી વાત ધ્યાનથી સાંભળી રહ્યાં છો પરંતુ આખરે એ પણ થાય કે છેવટે થવાનું શું છે. સહુથી પ્રથમ તો મારું ઘોષ વાક્ય છે કે સરકાર વચ્ચે ના આવે બસ, ઘણું બધું થઇ જશે અને એ વિચારની આસપાસ જે પણ ચીજો બનાવી છે એક તો અમે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે સેલ્ફ સર્ટિફિકેશન આધારિત કોમ્પ્લાયન્સની વ્યવસ્થા. સ્ટાર્ટ-અપ માટે નવ શ્રમ અને પર્યાવરણ કાયદા જે આપને પ્રભાવિત કરે છે તે સંદર્ભમાં સેલ્ફ સર્ટિફિકેશનને અમે પ્રસ્તુત કર્યું છે અને એક વાત ત્રણ વર્ષ સુધી કોઇ ઇન્સ્પેક્શન નહીં થાય અને આપ સમજી શકો છો કે જ્યારે ઇન્સ્પેક્ટર નહીં આવશે તો કેવા પ્રકારની સુવિધા રહેતી હોય છે. બીજી વાત છે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા હબ, સિંગલ પોઇન્ટ અપ કોન્ટેક્ટ, આ વ્યવસ્થા ઉભી કરવા જઇ રહ્યાં છીએ અને હેન્ડ હોલ્ડિંગની વ્યવસ્થા છે. સ્ટાર્ટ-અપમાં જેવી રીતે આ નવયુવાનોમાં મેં એક વ્યવસ્થા જોઇ છે, એમાંથી હું કાલથી વાતો કરી રહ્યો છું, ઘણું બધું હું તેમની પાસેથી શીખી રહ્યો છું. દરેકના મગજમાં એક ચીજ રહેલી છે કે તેઓ પોતાનું તો કરી રહ્યાં છે પરંતુ ગાર્ડિયનના નાતે, મેન્ટર હોવાને નાતે ખૂબ સારું કામ કરી રહ્યાં છે દરેક કઇકને કઇક કરી રહ્યાં છે, તેઓ પોતાના સામાજીક દાયિત્વના રુપમાં કરી રહ્યાં છે, મેન્ટોરના રૂપમાં તેઓ અન્યોને પણ પ્રોત્સાહિત કરે છે અને એટલા માટે હેન્ડ હોલ્ડિંગની વ્યવસ્થા, એ બાબતે અમે જોર આપવા માગીએ છીએ, એક મિત્રના રુપમાં, એક સલાહકારના રુપમાં, એક સાથીના રુપમાં સરકાર કેવી રીતે આપની સાથે કામ કરી શકે તેમ છે. મોબાઇલ એપ અને પોર્ટલ આ વર્ષની પહેલી એપ્રિલથી સ્ટાર્ટ-અપ માટે ઓનલાઇન પોર્ટલ અને એક મોબાઇલ આધારિત એપના માધ્યમથી સંચાલિત થનાર એક નાનું સરખું ફોર્મ શરુ કરવામાં આવશે. નહીં તો આપણે ત્યાં તો એડ્રેસ પણ લખવામાં આવે છે તો દસ લાઇનનું હોય છે. ફલાણું ગામ, ફલાણી ગલીની સામે, ફલાણા મોહલ્લાથી પસાર થતા, પાછલી ખડકીમાં, મૂળતઃ લોકોનો સ્વભાવ દરેક વસ્તુને લાંબુ કરવામાં, મોટું કરવામાં હોય છે તો તેને એક મોબાઇલ ફોન પર નાનકડું ફોર્મ બની જાય, એ દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ અને તેના રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ એ પ્રકારથી હશે.

હજુ એક સમસ્યા રહેતી હોય છે સ્ટાર્ટ-અપના લોકો માટે… પેટન્ટના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સહુ માટે એ એક વાત રહેતી હોય છે આખરે એ જ તો પૂંજી છે સ્ટાર્ટ-અપવાળાઓની, જો તેમને પ્રોટેકશન નહીં મળે તો પરંતુ ક્યારેક ક્યારેક આપણે ત્યાં પેટન્ટ માટે મહિનાઓનો સમય લાગી જાય છે પ્રોસેસમાં, એ ચિંતાજનક વ્યવસ્થાને બદલવાની છે અને પેટન્ટ રજીસ્ટ્રેશનની ઝડપથી જાણકારી મેળવવી તથા કાયદાકીય સહાયતા. અમે નવા પ્રયોગોને રક્ષણ, કાયદાકિય સહાયતા આપવાને આવશ્યકતા માનીએ છીએ.

અમે સ્ટાર્ટ-અપના આઈપીઆર સર્વિસની સ્કીમ લાવી રહ્યાં છીએ. જેમાં સ્ટાર્ટ-અપની અરજીની સાથે ફાઇલ ઝડપથી કરવા માટેની સહાયતા મળશે અને એ પણ બરોબર છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની દુનિયામાં, વિશ્વમાં જેટલા પણ રજીસ્ટ્રેશન થયા છે તેમાં આપણે ખૂબ પાછળ છીએ. આઈપીમાં નથી પરંતુ વાયપીમાં છે. આપણી પાસે યુથ પ્રોપર્ટી છે અને વાયપી અને એ મને વાયપી અને આઈપીને જોડવા છે જેથી આપણને કંઇક વધારે પરિણામ મળી શકે. અમે એક વિચાર એ પણ કરી રહ્યાં છીએ કે ભારતના મહત્વના શહેરોમાં એક આ પ્રકારના કામ માટે ફેસિલિટેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવે, સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સ હોય અને લોકોની સાથે મળીને આ વિષયમાં વકીલોનું એક જૂથ હોય. આ સહુને સાંકળીને તેને કેવી રીતે નિશુલ્ક વ્યવસ્થા હોય જેથી આ ફિલ્ડમાં કામ કરનારા વકીલોની સંખ્યા ખૂબ ઓછી છે પરંતુ ફી પણ ખૂબ વધારે છે અને એમને લાગે છે કે ભાઈ આ કામ માટે તો હું આટલા રુપિયા આપું અને કરતો રહું, કરતો રહું અને એટલી એમની પ્રોપર્ટી ચોરી થઇ જાય છે, બીચારા ક્યાંયના નથી રહેતા તો એટલા માટે વગર પૈસે તેમને આ સુવિધા મળે વ્યવસ્થા મળી શકે. એ જ પ્રકારથી ફીમાં પણ, આજે જે ફીસ છે પેટન્ટ માટેની તેમાં અમે 80 ટકા સુધીનો ઘટાડો કરીશું કારણ કે જુઓ ભારતનું ભવિષ્ય પણ ઇનોવેશન અને ક્રિએટીવિટીમાં છે અને ઇનોવેશન તથા ક્રિએટીવિટીને જેટલું આપણે ભાર આપીશું એટલું જ પરિણામ આપણને મળી શકશે. આપણે સ્ટાર્ટ-અપ માટે સાર્વજનિક ખરીદની શરતોમાં પણ છૂટ આપવાનો નિર્ણય કરી રહ્યાં છીએ.

સરકારી ખરીદીમાં સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવા માટે અમે એક્સપિયરન્સ ટર્નઓવરના આધાર પર છૂટ પણ આપીશું. આપણા દેશમાં શું સમસ્યા છે, કોઇ પણ કામ હોય તો પૂછીએ છીએ કેટલું ટર્ન ઓવર છે, એ કહે છે તક આપશો ત્યારે ટર્ન ઓવર શરુ થઇ શકશે અથવા કોઇ કામ આપે છે તો પૂછે છે કે ભાઈ કેટલો અનુભવ છે તો એ કહે છે કે ભાઈ અનુભવની શરુઆત તો કરો ક્યાંકથી અને એટલા માટે નવા માટે દરવાજા બંધ કરવાની વ્યવસ્થા છે, અમે એમાં છૂટ આપવાની વ્યવસ્થાને આગળ વધારવા ઇચ્છીએ છીએ જેથી ક્વોલિટીને, હાં તેમાં કોઇ સમાધાન નહીં થવું જોઇએ પરંતુ નવું છે એટલા માટે તેમને તક ના મળે એવી સ્થિતિને બદલવાની છે ત્યારે નવયુવાનોને અવસર મળી શકશે પરંતુ મારો આગ્રહ છે કે જીરો ડિફેક્ટ એન્ડ જીરો ઇફેક્ટ તો અમે એ બાબત પર ભાર જરુરથી આપીશું.

વધુ એક ચિંતાનો વિષય છે આપણા દેશમાં કે એક્ઝિટ માટેની કોઇ વ્યવસ્થા જ નથી. એક વખત પાઇપમાં આવી ગયા અને એટલા માટે સ્ટાર્ટ-અપ માટે અને સૌથી પહેલા એક્ઝિટની વ્યવસ્થા કરી રહ્યાં છીએ. અમે એ સારી રીતે સમજી શકીએ છીએ કે એક વિશાળ અને સફળ કારોબારનું નિર્માણ કરવા માટે અસફળતાઓથી બચી શકાતું નથી. અસફળતા હશે અને હું સૌથી વધારે અસફળતાઓ માટે હિમ્મત કરનારા લોકોને પ્રમોટ કરવા ઇચ્છું છું. જે પાણીથી ડરીને ભાગે છે એ ક્યારેય પણ તરવાનું શીખી શકે તેમ નથી. એક વખત તો ડૂબવું જ પડે છે અને ત્યારે જઇને તરવાનું શરુ થઇ શકે છે અને એટલા માટે એ બાબતને ધ્યાનમાં રાખીને 90 દિવસની અંદર સ્ટાર્ટ-અપ એક્ઝિટ કરી શકે, અમે એવી વ્યવસ્થા કરવા માટે સંસદમાં બેન્કરપ્ટસી બિલ, 2015 અમે લાવ્યા છીએ અને બાકીની મુસીબત અંગે તો આપ સહુ જાણો જ છો.

હવે સામાન્ય નવયુવાન પોતાની ટ્વિટર, ફેસબુકની દુનિયામાં મેસેજ આપી દો, કામ અટક્યું છે સંસદમાં, શક્ય છે કે હવે સમજી શકશે કેટલાક લોકો. ફન્ડ ઓફ ફન્ડસ, સ્ટાર્ટ-અપની આવશ્યકતાઓને પૂરી કરવા માટે આવનારા ચાર વર્ષોમાં 2500 કરોડ રુપિયા પ્રતિવર્ષની ફાળવણી સાથે 10,000 કરોડ રુપિયાનું સમર્પિત ફંડ બનાવવામાં આવશે. આમ તો આપે જોયું હશે, પાછલા દિવસોથી આ કામને શરુ કરવામાં આવ્યું છે. સ્ટાર્ટ-અપ માટે ક્રેડિટ ગેરન્ટી એક ફન્ડ આપના ફન્ડ સંબંધી આવશ્યકતાઓમાં સહાયતા કરવા માટે અમે આવનારા ચાર વર્ષોમાં દર વર્ષે 500 કરોડ રુપિયાની રાશિ સાથે આપના માટે ક્રેડિટ ગેરન્ટી સ્કીમ લાવીશું અને તેના કારણે હું સમજું છું કે આપ લોકોની ઘણી સુવિધા વધી જશે.

એ જ પ્રકારથી ટેક્સ ઇન્સેન્ટીવ્સ, સ્ટાર્ટ-અપ માટે નાણાંકિય સંસાધનોને પ્રોત્સાહન આપવા માટે અમે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ફન્ડસ માટે રોકાણ કરવામાં આવનારા કેપિટલ ગેઇન ટેક્સની છૂટ આપવા માગીએ છીએ, હવે બાકી વાત તો ફાયનાન્સ મિનિસ્ટર કરશે પરંતુ મેં એમની હાજરીમાં કહી દીધું છે તો ગાડી આગળ વધશે. કોઇ વ્યક્તિ પોતાની સંપત્તિને વેચીને આવેલા ધનને પોતાના જ સ્ટાર્ટ-અપમાં લગાવે તો કેપિટલ ગેઇનથી તેમને મુક્તિ આપવામાં આવશે. સ્ટાર્ટ-અપથી પ્રોફિટને ત્રણ વર્ષ માટે ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા વધી રહી છે, વિમેન સ્ટાર્ટ-અપની, હું સરકારને કહીશ કોઇ વિશેષ યોજના તેમના માટે બનાવી શકે તેમ છે કે નહીં, અમે ફેયર માર્કેટ વેલ્યૂની ઉપર ઇન્વેસ્ટમેન્ટ પર લાગનારા ટેક્સથી સંબંધિત આપની સમસ્યાઓનું સમાધાન પણ કરવામાં આવશે.

ઇન્ક્યુબેશન એન્ડ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા એ ખૂબ મહત્વપૂર્ણ વ્યવસ્થા છે કારણ કે તેના વગર આ વિષયને વિકસાવી શકાય તેમ જ નથી અને તે માટે અટલ ઇનોવેશન મિશન (એઆઈએમ) વિશ્વસ્તરીય ઇનોવેશન હબને પ્રોત્સાહન આપવા માટે ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપને સ્પર્ધાત્મક બનાવવા અને તે માટે એક અટલ ઇનોવેશન મિશન પ્લેટફોર્મની શરુઆત કરવામાં આવી રહી છે. તેનો હેતુ પ્રતિભા, ઉપયોગની ઉદ્યમિયતાને પ્રોત્સાહન આપવું તથા ઇન્ક્યુબેટર્સના નેટવર્કને સુધારવા માટે. તે હેઠળ સેક્ટર સ્પેસિફિક ઇન્ક્યુબેટર્સનું નિર્માણ કરવાનું છે. 500 ઇનકરીંગ લેબ તૈયાર થશે, પ્રિ ઇન્ક્યુબેશનની અલગ વ્યવસ્થા કરવામાં આવશે, વર્તમાન ઇન્ક્યુબેશન સેન્ટરોને વધારે મજબૂત બનાવવામાં આવશે અને સ્ટાર્ટ-અપને સીડ કેપિટલ પણ આપવામાં આવશે.

ઇનોવેશનને એક રાષ્ટ્રીય સ્તર પર એવોર્ડ આપવાની દિશામાં પણ વિચાર કરવામાં આવશે, જેના કારણે એ વાતને પ્રોત્સાહન મળી શકે, તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. વર્તમાનમાં હાલના સમયે 35 નવા ઇન્ક્યુબેશન સેન્ટર તૈયાર કરવા માટેની કામગીરી ચાલી જ રહી છે. પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશિપનું મોડેલ પણ તેમાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે અને અંદાજે 35 પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશિપ નવા ઇન્ક્યુબેશન સેન્ટર બની રહ્યાં છે. રાષ્ટ્રીય જે સંસ્થાઓ છે તેમાં 31 સેન્ટર ઓફ ઇનોવેશન, 13 સ્ટાર્ટ-અપ સેન્ટર અને 18 ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સની સ્થાપના કરવા માટેની કામગીરી પણ ચાલી રહી છે. હમણા આપે આઈઆઈટી મદ્રાસનું જોયું તેમણે રીસર્ચ પાર્કમાં જે પ્રકારથી કામ ઉભું કર્યું છે, 100થી વધારે કંપનીઓ તે માટે કામ કરી રહી છે. એ જ પ્રકારથી અમે વધુ સાત કેન્દ્ર ઉભા કરવા માગીએ છીએ દેશમાં અને તે માટે અંદાજે 100 કરોડ રુપિયા ભારત સરકાર આપશે જેથી એ કામ આગળ વધી શકે.

બાયોટેકનોલોજી પણ એક ખૂબ મોટું વિશાળ ક્ષેત્ર છે જેમાં આપણે જેટલું વધારે ભાર આપીએ તેટલું ઓછું છે અને બાયોટેકનોલોજીમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે પાંચ નવા બાયો ક્લસ્ટર્સ, 50 નવા બાયો ઇન્ક્યુબેટર્સ, 150 ટેકનોલોજી ટ્રાન્સફર ઓફિસીસ અને 20 બાયો કનેક્ટ ઓફિસ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓમાં પણ એક પ્રકારની ટેલેન્ટ રહેલી હોય છે એ વિષયે ઇવેન શાળાઓમાં પણ કંઇકને કઇક સ્વભાવ ઇનોવેશનનો રહેતો હોય છે તેમને પ્રોત્સાહન આપવાનું છે કારણ કે ભારતે ઇનોવેશનમાં કંઇકને કંઇક કરી બતાવવું હોય તો છાત્રો માટે ઇનોવેશન આધારિત કાર્યક્રમ શરુ કરવામાં આવશે કારણ કે તેમની અંદર જે સ્પાર્ક પડેલું છે તેમને જો ચેનલાઇઝ કરવામાં આવે તો દેશને ઘણુ બધુ મળી શકે છે.

શાળાના વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન માટેના કોર પ્રોગ્રામ શરુ કરવામાં આવશે અને પાંચ લાખ શાળાઓમાં દસ લાખ બાળકો પર ધ્યાન કરીને આ કામને વધારવામાં આવશે. ઇન્ક્યુબેટર ગ્રાન્ટ ચેલેન્જ, સરકાર 10 આવા ઇન્ક્યુબેટર સેન્ટરની ઓળખ કરશે જે વિશ્વ સ્તરના બનવા માટેની ક્ષમતા ધરાવતા હશે, તેમાંથી દરેકને સરકારની તરફથી 10 કરોડ રુપિયાની સહાયતા આપવામાં આવશે.

સ્ટાર્ટ-અપ માટે કોઇકને કોઇ ઇવેન્ટ કરવાના રહેશે જેથી શું થઇ રહ્યું છે તેનો પરિચય પણ થવો જરુરી છે અને એટલા માટે સ્ટાર્ટ-અપ ફેસ્ટ તેની એક પરંપરા આપણા દેશમાં બનવી જોઇએ. હું જ્યારે 10 સપ્ટેમ્બરે અમેરિકા ગયો, આપણા શુક્લજી અહીં બેઠા છે તો, ઘણા મિત્રો હતા તે સમયે અમેરિકામાં ત્યાં સ્ટાર્ટ-અપની દિશામાં ભારતીય લોકોએ ઘણું બધું કામ કર્યું છે જો હું હિન્દુસ્તાનમાં 40 એવા સ્ટાર્ટ-અપના લોકોને લઇને ગયો હતો અને ત્યાં એક જોઇન્ટ ઇવેન્ટ કરી હતી. એટલું પ્રેરણાદાયક રહ્યું હતું કે હું ઘણી વાર સુધી દરેક બાબતને જોઇ રહ્યો હતો ભારતમાં પણ આપણે સ્ટાર્ટ-અપ ફેસ્ટને પરંપરાગત રૂપથી ઉભું કરવા માગીએ છીએ, સરકાર તેમાં શક્ય એટલી મદદ કરી શકે તેમ હશે તેટલી મદદ કરશે જેથી આપણી નવી પેઢીના લોકોને પણ જોવા માટેની તક મળી શકે અને જેવું આપે કહ્યું સર્વ વિનાશની સામે, તેમણે કહ્યું આજે આ ઇવેન્ટથી મને નવા સપનાં જોવા માટેની તાકત મળી શકી છે.

હવે આ પોતાની રીતે એક ખૂબ મોટો સંદેશ છે. જો આપણે સતત એ વાતને કરતાં રહીએ છીએ તો આપણા નવા લોકોને પણ જે તેમના મનમાં રહેલું હશે તો તેમને પણ એક અવસર મળી શકે તેમ છે અને તેમનું એક નેટવર્કિંગ માટેનું પણ સારું કરી શકીએ તેમ છીએ તો જે યોજનાને આજે મેં આપની સામે રજૂ કરી છે તેના કેટલાક પાસાં આપની સામે મેં રજૂ કર્યાં છે આપની સામે મુક્યા છે. મને વિશ્વાસ છે કે આ ઇવેન્ટ આવનારા દિવસોમાં ભારતની યુવા પેઢીને, ભારતના ટેલેન્ટને, ભારત માટે, માનવતા માટે કંઇકને કંઇક નવું કરવા માટેની તાકત પણ આપશે અને પ્રેરણા પણ આપશે. મારી દરેક નવયુવાનોને હૃદયથી શુભકામનાઓ છે. વિશ્વના અનેક ભાગમાંથી જે લોકો આવ્યા છે હું તેમના પ્રત્યે પણ હૃદયપૂર્વકથી આભાર વ્યક્ત કરું છું કારણ કે તેમણે આવીને સહુની હિમ્મત વધારી છે અને ભારત ઝડપથી ખૂબ ગતિથી આગળ વધી રહ્યું છે અને તેમાં આપ સહુ લોકોની પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે. ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર.

UM/AP/J.Khunt/GP