પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ વહીવટીના વિભિન્ન ક્ષેત્રોમાં પરિવર્તનકારી બદલાવ લાવવા માટે પોતાના ટોચના અમલદારોના વિચારોને રજૂ કરવા માટે આહ્વાન કર્યું હતું. આ અનુસંધાનમાં આગળ વધતા સચિવોના બે સમૂહોએ બુધવાર (20 જાન્યુઆરી, 2016)ના રોજ (ક) સુશાસનઃપડકારો અને અવસર, (ખ) કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં ખેડૂતો પર કેન્દ્રિત બાબતોના વિષય પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સમક્ષ પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કર્યા.
આ અવસર પર કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથ સિંહ, શ્રીમતી સુષ્મા સ્વરાજ, શ્રી નિતિન ગડકરી અને મનોહર પારિકર ઉપરાંત ભારત સરકારના સમસ્ત સચિવો ઉપસ્થિત હતા. પ્રસ્તુતિકરણ દરમિયાન અને ત્યારબાદ પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રિઓ સહિત દર્શકોમાંથી કોઈ એક સદસ્યને પ્રસ્તુતીકરણના વિષયની બાબતમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા અને તેમના મંતવ્યો આપ્યા.
UM/AP/J.Khunt/GP