Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ગ્રાહક સુરક્ષા અને લીગલ મેટ્રોલોજી પર મોરેશિયસ સાથેના સમજૂતી કરારોને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગ્રાહક સુરક્ષા અને લીગલ મેટ્રોલોજી પર ભારત અને મોરેશિયસ વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી દીધી છે.

લાભ:

સમજૂતી કરારો બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે લાભપ્રદ છે. તે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રમાં સહયોગ વધારવામાં મદદ કરશે અને સાથે જ તે બંને દેશોમાં થઇ રહેલા વિકાસમાંથી પારસ્પરિક હિત પ્રાપ્ત કરશે અને માહિતીના આદાનપ્રદાન માટે એક સંસ્થાગત માળખું પૂરું પાડશે. વધુમાં તે ગેરમાર્ગે દોરતી જાહેરાતો, ટેલિમાર્કેટિંગ, મલ્ટી લેવલ માર્કેટિંગ, કોમર્સ વગેરે જેવા નવા પડકારોને પહોંચી વળવા માટે ગ્રાહક સુરક્ષા અને લીગલ મેટ્રોલોજી જેવા ક્ષેત્રોમાં સંકલિત સંતુલિત અને સ્થિતિસ્થાપક વિકાસને પ્રોત્સાહન આપશે. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનાંકો શોધવાની ખાતરી આપશે અને આ રીતે તજજ્ઞતાના એવા નવા ક્ષેત્રોનો વિકાસ કરશે કે જે નવા પડકારોને પહોંચી વળવા માટે સુવિધા પૂરી પાડે. વધુમાં, માહિતી અને તાલીમ કાર્યક્રમોનું સમયાંતરે આદાનપ્રદાન વધુ સારા શાસન માટે અને ગ્રાહકની નબળાઈ સામે લડવા માટે એક લાભદાયક કુશળતાની ખાતરી આપશે.

 

J.Khunt/GP/RP