પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બાહ્ય અંતરિક્ષનાં શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારત અને તાજીકિસ્તાન વચ્ચે સમજૂતી કરારની જાણકારી આપવામાં આવી હતી. આ એમઓયુ પર 8 ઓક્ટોબર, 2018નાં રોજ દૂશાનબેમાં હસ્તાક્ષર થયા હતા.
મુખ્ય વિશેષતાઓ:
• આ સમજૂતી કરાર પૃથ્વીથી દૂર સંવેદનશીલ, સેટેલાઇટ સંચાર, સેટેલાઇટ આધારિત નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન તથા ગ્રહોની શોધ, અંતરિક્ષ વિજ્ઞાન અને અંતરિક્ષ વ્યવસ્થાઓ અને ગ્રાઉન્ડ સિસ્ટમ, અંતરિક્ષ ટેકનોલોજી એપ્લિકેશન સહિત અંતરિક્ષ વિજ્ઞાન ટેકનોલોજી અને ઉપયોગિતાઓમાં સહયોગની સંભાવનાઓમાં મદદરૂપ થશે.
• આ સમજૂતીથી એક સંયુક્ત કાર્યસમૂહ બનશે, જે આ એમઓયુને લાગુ કરવાની સમયમર્યાદા અને ઉપાયો સહિત એક કાર્યયોજના તૈયાર કરશે. કાર્યસમૂહમાં ડીઓએસ/ઇસરો અને તાજીકિસ્તાન ગણરાજ્યની જમીન વ્યવસ્થાપન અને જિયોડેન્સી સ્ટેટ કમિટીનાં સભ્ય સામેલ હશે.
મુખ્ય અસર:
આ સમજૂતી કરાર સહયોગને મજબૂત બનાવશે અને દૂર સંવેદનશીલ, સેટેલાઇટ સંચાર, સેટેલાઇટ નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન અને બાહ્ય અંતરિક્ષની શોધનાં ક્ષેત્રમાં નવી શોધ પ્રવૃત્તિઓ અને એપ્લિકેશન સંભાવનાઓને વેગ આપશે.
લાભ:
આ સમજૂતીથી માનવતાનાં લાભ માટે અંતરિક્ષ ટેકનોલોજી એપ્લિકેશનનાં ક્ષેત્રમાં સંયુક્ત કામગીરીઓ વધશે. આ સમજૂતીથી સંયુક્ત કાર્યસમૂહ બનશે, જે સમજૂતીની જોગવાઈઓને લાગુ કરવાની સમયમર્યાદા અને ઉપાયોસહિત કાર્યયોજના તૈયાર કરશે.
પૃષ્ઠભૂમિઃ
તાજીકિસ્તાન સાથે અંતરિક્ષ ટેકનોલોજીમાં સહકાર સ્થાપિત કરવાની સંભવિતતાઓ માટેની દરખાસ્તની સમીક્ષા પર તાજીકિસ્તાન જમીન સંસાધનોનાં વ્યવસ્થાપન/કૃષિ સંસાધનોનાં વ્યવસ્થાપન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટ પરનાં એનાં અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમને કસ્ટમાઇઝ કરવાનો લાભ લેવામાં રસ દાખવ્યો છે. ઇસરોની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (એમઆરએસ)એ વિદેશ મંત્રાલયનાં આઇટીઇસી પ્રોગ્રામ અંતર્ગત જુલાઈથી ડિસેમ્બર, 2017 દરમિયાન તાજીકિસ્તાનમાંથી 60 અધિકારીઓ (ત્રણ બેચ) માટે ટૂંક ગાળાનાં તાલીમ અભ્યાસક્રમો પ્રસ્તુત કરે છે.
દરમિયાન ભારતમાં તાજીકિસ્તાનનાં રાજદૂત અને સંયુક્ત સચિવ (યુરેશિયા), વિદેશ મંત્રાલયે તાજિકસ્તાન સાથે અંતરિક્ષમાં સાથસહકાર પર સમજૂતીકરારને ઔપચારિક બનાવવાનું સૂચન કર્યું છે અને નવેમ્બર, 2016માં તાજીકિસ્તાનમાં અમારાં મિશન સાથે અંતરિક્ષ ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા એમઓયુનો મુસદ્દો વહેંચ્યો હતો. થોડાં ફેરફારો પછી બંને પક્ષો આંતરસરકારી એમઓયુનાં પારસ્પરિક સંમતિનાં વર્ઝન પર પહોંચ્યાં હતાં અને એનાં પર હસ્તાક્ષર થયા હતા તેમજ ભારતનાં રાષ્ટ્રપતિની તાજીકિસ્તાનની સત્તાવાર મુલાકાત દરમિયાન એનું આદાન-પ્રદાન થયું હતું.
RP