Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુશ્રી અરુણિમા સિંહાને એમનાં માઉન્ટ વિન્સન, એન્ટાર્કટિકા અભિયાન માટે તિરંગો સોંપ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સુશ્રી અરુણિમા સિંહાને એમનાં માઉન્ટ વિનસન, એન્ટાકર્ટિકા અભિયાન માટે તિરંગો સોંપ્યો હતો.

શ્રી અરુણિમા સિંહા માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરનાર પ્રથમ દિવ્યાંગ મહિલા છે. તેઓ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળ્યાં હતાં અને તેમણે એન્ટાર્કટિકાનાં પોતાનાં આગામી પર્વતારોહણ અભિયાન વિશે જાણકારી આપી હતી. શ્રી મોદીએ તેમની પ્રભાવશાળી ઉપલબ્ધિઓની પ્રશંસા કરી હતી અને તેમનાં નવા અભિયાન માટે શુભેચ્છા પાઠવી હતી.

સુશ્રી અરુણિમા સિંહાએ અગાઉ પાંચ મહાખંડોમાં સૌથી ઊંચા શિખરો પર આરોહણ કર્યું છે અને આ રીતે તેઓ આ પ્રકારની ઉપલબ્ધિ હાંસલ કરનારા પ્રથમ દિવ્યાંગ મહિલા બન્યા છે.

NP/RP