Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હોંગકોંગના વિશિષ્ટ વહીવટી ક્ષેત્ર (એસએઆર)ના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી સી વાય લ્યુંગ પ્રધાનમંત્રીને મળ્યા

હોંગકોંગના વિશિષ્ટ વહીવટી ક્ષેત્ર (એસએઆર)ના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી સી વાય લ્યુંગ પ્રધાનમંત્રીને મળ્યા


હોંગકોંગના વિશિષ્ટ વહીવટી ક્ષેત્રના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી સી વાય લ્યુંગ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી સી વાય લ્યુંગનું તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત પર અભિવાદન કર્યું હતું અને એવી આશા વ્યક્ત કરી હતી કે તેમની મુલાકાત ભારત અને હોંગ કોંગ વચ્ચે વેપાર, રોકાણ અને પ્રવાસનનાં જોડાણોને વધુ મજબૂત બનાવશે.

શ્રી સી વાય લ્યુંગે પ્રધાનમંત્રી શ્રીને ભારતમાં હોંગકોંગ-સ્થિત કંપનીઓ બાબતે તેમને ભારે રસ હોવાનું જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી અને શ્રી સી વાય લ્યુંગ ખાસ કરીને નાણાંકીય સેવાઓના ક્ષેત્રે દ્વિપક્ષીય આર્થિક સહકાર વધુ મજબૂત કરવા તેમજ શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા સંમત થયા હતા.

AP/J.Khunt