Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે હોમિયોપેથી માટેના રાષ્ટ્રીય કમિશન (એનસીએચ) બિલ, 2018ની સ્થાપના માટે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે હોમિયોપેથી માટેના રાષ્ટ્રીટ કમિશન (એનસીએચ) બિલ, 2018ની સ્થાપના માટેના મુસદ્દાને મંજૂરી આપી છે, જે હાલની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હોમિયોપેથી (સીસીએચ) નામની નવી સંસ્થાને બદલે સ્થપાશે અને તેના મારફતે પારદર્શિતામાં વધશે.

આ ડ્રાફ્ટ બિલ દ્વારા 3 સ્વાયત્ત બોર્ડ સાથેના રાષ્ટ્રીય કમિશનની રચના માટે જોગવાઈ કરવામાં આવી છે, જેને હોમિયોપેથીના એકંદર શિક્ષણ સંચાલનની જવાબદારી સોંપવામાં આવશે. એસેસમેન્ટ રેટીંગનું બોર્ડ હોમિયોપેથીની શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપશે અને બોર્ડ ઑફ એથિક્સ અને હોમિયોપેથીની પ્રેક્ટિસ કરનારા માટે રજિસ્ટ્રેશન દ્વારા નેશનલ રજીસ્ટરની અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી હેઠળના પ્રેક્ટિસના નૈતિક મુદ્દાઓની જાળવણી કરશે.

એક એવી પણ દરખાસ્ત કરવામાં આવી છે કે પ્રવેશ અને નિકાસ (એક્ઝિટ) માટે એક સામાન્ય પરિક્ષા લેવામાં આવશે, જે તમામ સ્નાતકોએ પ્રેક્ટિસ માટેનું લાયસન્સ મેળવવા માટે આપવાની રહેશે. વધુમાં શિક્ષકોની પાત્રતા અંગેની એક પરિક્ષા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે, જે શિક્ષકોની નિમણૂંક અને પ્રમોશન માટેના ધોરણોની મૂલવણી કરશે.

આ ઉપરાંત આ બિલનો ઉદ્દેશ તબીબી વિજ્ઞાનના એલોપથી સિસ્ટમના ધોરણે હોમિયોપેથીની તબીબી શિક્ષણમાં રાષ્ટ્રીય મેડિકલ કમિશનના ધોરણે સુધારા લાવવાનો છે. અગાઉ એક વટહુકમ દ્વારા નવા કાયદાની રચના થાય ત્યાં સુધી બોર્ડ ઑફ ગવર્નર્સ દ્વારા સીસીએચની કામગીરીને અટકાવવામાં આવી હતી.

NP/J.Khunt/RP