પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન દ્વારા યોજાયેલા અખિલ ભારતીય આચાર્ય સંમેલનને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ હાજર રહેલા આચાર્યોને વિદ્યા ભારતીની મૂલ્ય આધારિત શિક્ષણ પ્રત્યે સમર્પણ ધરાવતી છબિને વધુ મજબૂત રીતે સ્થાપિત કરવાની દિશામાં કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. તેમણે આચાર્યોને વિદ્યાર્થીઓના જીવનના દરેક પાસાંમાં ઉત્કૃષ્ટતા સામેલ કરવાનો અનુરોધ કર્યો હતો. ઉદાહરણ સ્વરૂપે તેમણે આચાર્યોને કહ્યું કે તેઓ એવા રમતવીરો તૈયાર કરવાની દિશામાં કાર્ય કરે, જે 2020 ઓલિમ્પક્સમાં સુવર્ણ ચંદ્રક વિજેતા બની શકે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિદ્યા ભારતી શાળાઓના વિદ્યાર્થીઓ સમાજમાં સ્વચ્છતા (સ્વચ્છ ભારત) અને ઉર્જા સુરક્ષા (વીજળી બચાવો) જેવાં ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં પણ કામ કરી શકે છે. આ વાતને વિસ્તારપૂર્વક જણાવતા તેમણે એલઈડી બલ્બ વીજળી બચાવવામાં મદદરૂપ બને છે, તેમણે વિદ્યા ભારતી શાળાઓમાં આવા બલ્બનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું. પ્રધાનમંત્રીએ શિક્ષણના તમામ પાસાંઓમાં ટેકનોલોજીને સામેલ કરવા અને તેના તમામ લાભો સંપૂર્ણ રીતે ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઉદાહરણ તરીકે તેમણે જણાવ્યું કે ટેકનોલોજીનો ઉપયોગ કરતી વિવિધ શાળાઓના પ્રેરણાદાયક કિસ્સાઓ વિદ્યા ભારતી સ્કૂલ નેટવર્કમાં સરળતાથી શેર કરી શકાય છે.
પ્રધાનમંત્રીએ આચાર્યોને સકારાત્મકતા અને સકારાત્મક ઉર્જાના માર્ગદર્શક બનવાનો અનુરોધ કર્યો.
આ પ્રસંગે માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની પણ ઉપસ્થિત હતાં.
AP/J.Khunt
More than the Vidyarthee, your concerns are what happens to the entire Vidyalaya: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) February 12, 2016
Ask any person, from the richest to the poorest, what is your dream and the answer will be- I want to educate my children: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016
Everybody wants to give their children a better life than what they have lead & want their children to study: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016
When one says good education, they refer to having teachers who can make a difference in the life of a student: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016
The lives of so many people are linked with you: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) February 12, 2016
Knowledge must come from all sides, we must keep our mind open to best practices from across the world: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016
Can children from our schools become brand ambassadors of the movement to conserve energy: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) February 12, 2016
Cleanliness must become a Swabhav: PM @narendramodi #MyCleanIndia
— PMO India (@PMOIndia) February 12, 2016
Lets make one Vidya Bharti in every state the top school of that state: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016
Distance from science and technology hampers our growth. Important to use as much technology as possible: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016