Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના 47મા સંમેલનના સમાપન સત્રને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના 47મા સંમેલનના સમાપન સત્રને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના 47મા સમ્મેલનના સમાપન સત્રને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પોતાના વિશાળ અનુભવો અને પોતાના પદની સમ્માનજનક પ્રકૃતિ હોવાને કારણે રાજ્યપાલ એક આગવી ઉચ્ચ સ્થિતિ પર બિરાજતા હોય છે. તેમણે જણાવ્યું કે એટલે જ તેઓ રાજ્યોમાં રાજ્યોના હિસ્સા બન્યા સિવાય, રાજ્યની પ્રક્રિયામાં વેગ લાવવા તેમજ તેને વધુ સારી બનાવવા માટે ઉત્પ્રેરક એજન્ટોના રૂપમાં કામ કરી શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત વિશ્વભરમાં એવી એકમાત્ર અર્થવ્યવસ્થા છે, જે વૈશ્વિક આર્થિક સંકટ હોવા છતાં દ્રઢતાપૂર્વક વિકાસની દિશામાં અગ્રેસર છે. તેમણે કહ્યું કે વિશ્વ ભારતની નોંધ લઈ રહ્યું છે કે ભારત વૈશ્વિક ઘટનાક્રમોનો માત્ર એક મૂંગો દર્શક નથી અને તેણે સીઓપી-21 તેમજ ડબલ્યુટીઓ જેવા હાલના વૈશ્વિક મંચો પર એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

AP/J.Khunt