Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મુંબઈમાં મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહ

s2016021377279

s2016021377276

s2016021377274


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં મેઈક ઈન ઈન્ડિયા સેન્ટર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યા પછી સ્વીડન અને ફિનલેન્ડના પ્રધાનમંત્રીઓ તેમજ પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટીફન લૉફવેન સાથેની વાતચીતમાં મેઈક ઈન ઈન્ડિયા હેઠળ એક નોંધપાત્ર ભાગીદાર હોવા બદલ સ્વીડનની પ્રશંસા કરી હતી. તેમણે સંરક્ષણ, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, મેડિકલ ડિવાઈસીઝ વગેરે ક્ષેત્રોમાં ભાગીદારી માટે સ્વીડનની કંપનીઓને આમંત્રિત કરી હતી.

ફિનલેન્ડના પ્રધાનમંત્રી શ્રી જુહા સિપિલા સાથે પોતાની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયરીંગ, પાવર પ્લાન્ટ્સ, બાયોટેક અને સંશોધન ક્ષેત્રે ફિનલેન્ડને સક્રિય ભાગીદારી માટે આમંત્રણ પાઠવ્યું હતું. ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને બંને પ્રધાનમંત્રીઓએ ચેન્નાઈમાં ટ્રિવિટ્રોન હેલ્થ કેરના અતિઆધુનિક મેન્યુફેક્ચરીંગ એકમનું ટેલી-ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડના નાયબ પ્રધાનમંત્રી ડૉ. પિયોટ્ર ગ્લિંસ્કીટ સાથેની દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પોતાના ગૃહ રાજ્ય ગુજરાત સાથે પોલેન્ડના લાંબા સહયોગને યાદ કર્યો હતો. શ્રી મોદીએ ખાદ્ય ઋણમુક્તિ, સ્વચ્છ ઉર્જા અને પરિવહન ક્ષેત્રે સહયોગ બાબતે ચર્ચા કરી હતી.

AP/J.Khunt