પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આફ્રિકામાં વિકાસ સાથે સંબંધિત સાથસહકાર પર ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે. આ એમઓયુમાંબંને દેશો વચ્ચે સહયોગની રૂપરેખા નક્કી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી આફ્રિકામાં વિકાસની ભાગીદારીની યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ થઈ શકશે.
લાભઃ
આ પ્રસ્તાવથી ભારત અને આફ્રિકાનાં દેશો વચ્ચે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે અને એની સાથે જ વ્યાપક હિતો પૂર્ણ થશે.
J.Khunt/RP