Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે કૃષિ અને ખાદ્યાન્ન ઉદ્યોગમાં સહયોગ માટે ભારત અને યુક્રેઇન વચ્ચે સંધિ પર હસ્તાક્ષરને મંજુરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે કૃષિ અને ખાદ્યાન્ન ઉદ્યોગ ક્ષેત્રે સહયોગ માટે ભારત અને યુક્રેઇન વચ્ચે સંધિ પર હસ્તાક્ષર કરવાને મંજુરી આપી દીધી છે.

પ્રસ્તાવિત સંધિમાં કૃષિ અને ખાદ્યાન્ન ઉદ્યોગના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. બંને દેશોના પ્રતિનિધિઓને ધરાવતા એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે. તેનું કાર્ય પસંદ કરેલા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની યોજનાઓ પર ચર્ચા વિચારણા કરીને તેની રૂપરેખા નક્કી કરવાનું અને બંને પક્ષો દ્વારા નક્કી કરેલા કાર્યોના અમલીકરણ પર દેખરેખ પણ રાખવાનું રહેશે. આ કાર્યકારી જૂથની બેઠક વારાફરતી ભારત અને યુક્રેઇનમાં ઓછામાં ઓછ દર બે વર્ષે યોજાશે. આ સંધિ જ્યારે તેના પર હસ્તાક્ષર કરવામાં આવે ત્યારથી અમલીકૃત બનશે અને તે પાંચ વર્ષના સમયગાળા માટે અમલમાં રહેશે. તેને આગળના પાંચ વર્ષ માટે આપમેળે વધારી પણ શકાય છે. કોઇપણ પક્ષ દ્વારા આ સંધિને રદ કરવાના ઉદ્દેશ્યની સુચના મળ્યાના છ(6) મહિના પછી આ સંધિને રદ્દ કરી શકાય છે.

J.Khunt