Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે પરંપરાગત ઔષધિની પદ્ધતિઓ અને હોમિયોપેથીના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને બ્રાઝીલ વચ્ચે સમજુતી કરારને મંજુરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે પરંપરાગત ઔષધિ અને હોમિયોપેથીના ક્ષેત્રમાં ભારત અને બ્રાઝીલ વચ્ચે સમજુતી કરાર (એમઓયુ)ને મંજુરી આપી દીધી છે.

 

લાભ:

 

આ સમજુતી કરાર ઔષધિની પરંપરાગત પદ્ધતિઓના ક્ષેત્રમાં ભારત અને બ્રાઝીલ વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને વધારશે. ભારત અને બ્રાઝીલની પારસ્પરિક સાંસ્કૃતિક વિરાસતને ધ્યાનમાં રાખતા આ એમઓયુ બંને દેશો માટે ઘણો મહત્વપૂર્ણ સાબિત થશે.

 

પૃષ્ઠભૂમિ:

 

ભારતમાં ઔષધિય છોડવાઓ સહીત ચિકિત્સાની પારંપરિક પદ્ધતિઓનો ખાસ્સો વિકાસ થયેલો છે, જેમાં વૈશ્વિક સ્વાસ્થ્યના પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીએ તો અપાર સંભાવનાઓ રહેલી છે. ભારત અને બ્રાઝીલની વચ્ચે અત્યંત ગાઢ અને બહુઆયામી સંબંધો દ્વિપક્ષીય સ્તરની સાથે સાથે બ્રિકસ, બેસિક, જી-20, જી-4 અને બીએસએ જેવા બહુપક્ષીય સ્તર અને તે સિવાય બહુપક્ષીય સંગઠનો જેવા કે સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ વ્યાપાર સંગઠન, યુનેસ્કો અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં પણ રહેલા છે. બ્રાઝીલ એ સમગ્ર લેટીન અમેરિકા અને કેરીબીયન પ્રદેશમાં ભારતના સૌથી વધુ મહત્વપૂર્ણ ભાગીદાર દેશોમાંનો એક છે.

 

ઔષધિય છોડવાઓ પર આધારિત અગણિત સ્વાસ્થ્ય પદ્ધતિઓ અને પારંપરિક ઔષધિઓના ઉપયોગના લાંબા ઈતિહાસની સાથે ભારત અને બ્રાઝીલ એ બંને દેશો જૈવ વિવિધતાની બાબતમાં ઘણા સમૃદ્ધ છે. આયુર્વેદ, યોગ અને અન્ય પારંપરિક પ્રણાલીઓ બ્રાઝીલમાં પણ લોકપ્રિય છે.

 

J.Khunt