પીએમઇન્ડિયા
તમારું સ્વાગત છે, મિત્રો !
આજે સંસદના બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો છે. દેશના સવા સો કરોડ દેશવાસીઓની નજર સંસદ પર, સંસદની કાર્યવાહી પર, રેલવે અને સામાન્ય બજેટ પર કેન્દ્રિત છે.
આજે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે સ્થાન મળ્યું છે, તેના કારણે વિશ્વનું ધ્યાન પણ ભારતના આ બજેટ સત્ર પર છે. છેલ્લા કેટલાયે દિવસોથી તમામ પક્ષો સાથે સતત વિચાર-વિમર્શ ચાલી રહ્યા છે. ઔપચારિકતાઓ હટાવીને વિચાર-વિમર્શ ચાલી રહ્યા છે. વન-ટુ-વન પણ ઘણી વાતો કરવામાં આવી રહી છે. અને મને વિશ્વાસ છે કે સંસદના સમયનો સદુપયોગ થશે, સાર્થક ચર્ચાઓ થશે. દેશના સામાન્ય નાગરિકોની જે આશાઓ-અપેક્ષાઓ છે, તેના પર ઊંડાણપૂર્વક ચિંતન થશે.
અત્યાર સુધીની જેટલી પણ મીટિંગો થઈ છે, તમામ વિપક્ષના સાથીઓએ જે સકારાત્મક વલણ બતાવ્યું છે, આજથી શરૂ થતા સત્રમાં, અને આવનારા દિવસોમાં, તેનો પૂરેપૂરો અહેસાસ દેશવાસીઓને જરૂર થશે.
હું આશા રાખું છું કે સંસદના ગૃહનો ઉપયોગ ઊંડાણપૂર્વકના વિચાર-વિમર્શ માટે થવો જોઈએ. સરકારની ભરપૂર ટીકા થવી જોઈએ. સરકારની ખામીઓને પણ સામે લાવવી જોઈએ અને એ જ એક રસ્તો છે લોકશાહીને મજબૂત બનાવવાનો, સામાન્ય માનવીઓની આશા-આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાનો.
ખૂબ – ખૂબ આભાર, મિત્રો.
UM/J.Khunt
As the Budget Session begins, my thoughts on having a productive Session. https://t.co/i1tfY8Yu3X
— Narendra Modi (@narendramodi) February 23, 2016