Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીએ વાતચીત કરી

પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીએ વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આઈસીટી આધારિત, સક્રિય સુશાસન અને સમયસર અમલીકરણ માટેના મલ્ટી-મોડલ પ્લેટફોર્મ – પ્રગતિના માધ્યમથી દસમો વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના મંત્રાલયને સંબંધિત લોકોની ફરિયાદો અને તકલીફોની સમીક્ષા કરી હતી અને તમામ સંબંધિત અધિકારીઓને આ ફરિયાદો અને મુશ્કેલીઓ ઉકેલવા માટે સૂચના આપી હતી.

આજે કરેલી સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ માર્ગ, રેલવે, કોલસા, વીજ અને નવિનીકરણીય ઉર્જા – રીન્યુએબલ એનર્જીનાં ક્ષેત્રે કેટલાક રાજ્યોમાં ફેલાયેલા મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોનાં કામકાજમાં પ્રગતિની વિગતો તપાસી હતી. આ પ્રોજેક્ટોમાં મિઝોરમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ચંડીગઢ અને દિલ્હીના પ્રોજેક્ટો સામેલ હતા.

ઉત્તરાખંડમાં ચાર ધામ રોડ કનેક્ટિવિટી સુધારવા માટેના પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ બને તેટલી ત્વરાએ કામ પૂરું કરવાની તાકીદ કરી હતી.

શ્રી નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશનોના વ્યાપક રીડેવલપમેન્ટ માટેના પ્રોજેક્ટોની વિગતો મેળવી હતી. તેમણે તમામ મુખ્ય સચિવોને પ્રત્યેક રાજ્યમાં આવા ઓછામાં ઓછા એક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કાર્યરત બનવા સૂચવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવાં રીડેવલપમેન્ટ પામેલા રેલવે સ્ટેશનો નમૂનારૂપ ઈમારત બનશે અને તે આર્થિક પ્રવૃત્તિનાં કેન્દ્રો હશે.

પ્રધાનમંત્રીએ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ફેશન ટેકનોલોજી (એનઆઈએફટીઝ)ના કેમ્પસોના અપગ્રેડેશન માટેની યોજના અને સરકારી સંસ્થાઓ, સીપીએસયુઝ અને ઓર્ડિનન્સ ફેક્ટરીઝમાં ગ્રિડ કનેક્ટેડ સોલર પાવર પ્રોજેક્ટો સ્થાપવા માટેનાં કામકાજની પણ સમીક્ષા કરી હતી. તેમણે તમામ મુખ્ય સચિવોને પોત-પોતાનાં રાજ્યોમાં સોલર પાવર પ્રોજેક્ટોના ઝડપી અમલીકરણ માટે કામ કરવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કાલા અઝર – કાળો તાવ બીમારીને નાબૂદ કરવાના કાર્યક્રમની સમીક્ષા કરી હતી અને આ બીમારીને બને એટલી વહેલી નાબૂદ કરવા તમામ પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમણે મિશન ઈન્દ્રધનુષની સમીક્ષા પણ કરી અને ચોક્કસ સમય મર્યાદામાં તમામ બાળકોને રોગપ્રતિરક્ષા હેઠળ આવરી લેવા વ્યવસ્થિત અને આક્રમક કાર્યયોજનાની જરૂરત પર ભાર મૂક્યો હતો.

UM/J.Khunt