પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મોરોક્કો વચ્ચે આતંકવાદનો સામનો કરવા માટે સંયુક્ત કાર્ય જૂથ (જેડબલ્યુજી) સ્થાપિત કરવા માટેનાં એક સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
ભારત અને મોરોક્કો દ્વારા આતંકવાદનો સામનો કરવા પર જેડબલ્યુજીની સ્થાપનાથી આતંકવાદી હુમલાઓ સાથે સંબંધિત કેસોમાં મદદ મળશે. એટલે આ એમઓયુ આતંકવાદી પ્રવૃત્તિઓ પર માહિતી મેળવવા/માહિતીનું આદાન-પ્રદાન કરવા માટે આધાર બનશે.
RP