Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારીઓ આયોગનો કાર્યકાળ 31.૩.2019થી આગળ ત્રણ વર્ષ માટે વધારવા મંજૂરી આપી 


કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ (એનસીએસકે)નો કાર્યકાળ 31.૩.2019થી વધુ ૩ વર્ષ માટે વધારવા મંજૂરી આપી દીધી છે.

મુખ્ય વિશેષતાઓ:

એનસીએસકેની સ્થાપના વર્ષ 1993માં એનસીએસકે કાયદા 1993ની જોગવાઈઓ અનુસાર શરૂઆતમાં ૩1.૩.1997 સુધીના સમયગાળા માટે કરવામાં આવી હતી. ત્યારબાદ કાયદાની વૈધતા શરૂઆતમાં 31.૩.2002 સુધી અને ત્યારબાદ 29.2.2004 સુધી વધારવામાં આવી હતી. એનસીએસકે 29.2.2004થી સ્થગિત થઇ ગયો હતો. ત્યાર બાદ એનસીએસકેનો સમયગાળો સમયાન્તરે બિન-બંધારણીય સંસ્થા તરીકે વધારવામાં આવ્યો હતો. વર્તમાન કમીશનનો સમયગાળો 31.૩.2019 સુધીનો હતો.

મુખ્ય અસરો:

આ પ્રસ્તાવના મુખ્ય લાભાર્થીઓ સફાઈ કર્મચારીઓ અને દેશમાં હાથ વડે સફાઈ કરવાનું કામ કરતા લોકો હશે કારણ કે એનસીએસકે તેમના કલ્યાણ અને ઉત્થાન માટે કાર્ય કરશે. એમએસ કાયદા સર્વે અંતર્ગત ઓળખી કાઢવામાં આવેલ મેલું ઉપાડનારાઓની સંખ્યા 31.01.2019ના રોજ 14226 હતી અને નિતી આયોગના આદેશ અનુસાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત નેશનલ સર્વે અંતર્ગત 31.01.2019ના રોજ આ સંખ્યા 31128 હતી.

પાર્શ્વભૂમિકા:

એનસીએસકેના સફાઈ કર્મચારીઓના કલ્યાણ, સફાઈ કર્મચારીઓના વર્તમાન કલ્યાણ કાર્યક્રમોનો અભ્યાસ અને મૂલ્યાંકન, વિશેષ ફરિયાદને લગતા કેસોની તપાસ વગેરેના સંબંધમાં સરકારને પોતાની ભલામણો આપે છે. મેલું ઉપાડવાનું કામ કરનાર તરીકે રોજગારી અને તેમના પુનર્વસન કાયદાની જોગવાઈઓ અનુસાર એનસીએસકેને કાયદાના અમલીકરણની દેખરેખ રાખવાનું, કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેના અસરકારક અમલીકરણની સલાહ આપવી અને આ કાયદાની જોગવાઈઓના ઉલ્લંઘન અને અમલીકરણ ન થવાની બાબતમાં મળેલ ફરિયાદોની તપાસ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. જો કે સરકારે સફાઈ કર્મચારીઓના ઉત્થાન માટે અનેક પગલાઓ લીધા છે, તેમ છતાં તેમના દ્વારા સામાજિક આર્થિક અને શૈક્ષણિક સ્તર પર જે ભેદભાવ સહન કરવો પડ્યો છે તે હજુ સુધી પૂરો નથી થયો. વધુમાં દેશમાં મેલું ઉપાડવાની પ્રથા હજુ પણ પ્રચલિત છે અને તેની સંપૂર્ણ નાબૂદી એ સરકારની સૌથી ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે.

આથી સરકારને લાગે છે કે સફાઈ કર્મચારીઓના કલ્યાણ માટે સરકારના વિભિન્ન દખલગીરીઓ અને પહેલો પર દેખરેખ રાખવાની જરૂર છે જેથી કરીને દેશમાં સફાઈ કરવાની પ્રથાને સંપૂર્ણ રીતે દૂર કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકાય. આથી મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી કમીશન (એનસીએસકે)ના કાર્યકાળને 31.૩.2019થી આગળ વધુ ત્રણ વર્ષ માટે લંબાવવાના વર્તમાન પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

RP