Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર માટે ઈન્ડો-ફ્રેન્ચ સંયુક્ત સમિતિની સ્થાપના અંગે વ્યવસ્થા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીમંડળને આજે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર માટે ઈન્ડો-ફ્રેન્ચ સંયુક્ત સમિતિ સ્થાપવા માટેની વ્યવસ્થા વિશે જાણ કરવામાં આવી હતી. ભારત અને ફ્રાન્સે 25મી જાન્યુઆરી, 2016ના રોજ નવી દિલ્હી ખાતે ઉચ્ચ સ્તરની સંયુક્ત સમિતિ સ્થાપવા અંગેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

આ વ્યવસ્થા હેઠળ, સંયુક્ત સમિતિ, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવિનીકરણમાં ભારત અને ફ્રાંસ વચ્ચે સહકાર માટે પ્રાથમિકતાઓ નિશ્ચિત કરી, તેને ક્રિયાન્વિત કરીને વ્યાખ્યાયિત કરશે. તેનો ઉદ્દેશ સંશોધન, વિકાસ અને નવિનીકરણ દ્વારા આર્થિક અને સામાજિક વિકાસ હાંસલ કરવાનો રહેશે.

સંયુક્ત સમિતિમાં ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને ફ્રાંસ તરફથી વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય વિકાસના મંત્રી અથવા તો ભારત તરફથી સચિવ કક્ષાના અધિકારી અને ફ્રાંસ તરફથી ડાયરેક્ટર જનરલ, અનુક્રમે બંને દેશો જે નક્કી કરે તે, સહ અધ્યક્ષ તરીકે રહેશે.

બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વધારેલા સહકારના પરિપ્રેક્ષ્યમાં આ સમજૂતી કરવામાં આવી છે અને બંને દેશોની રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની અનેક એજન્સીઓએ આ ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવી છે.

UM/J.Khunt