Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ “સેતુ ભારતમ્” – રાષ્ટ્રીય રાજમાર્ગો પર અવરોધ રહિત મુસાફરી માટે પુલોના નિર્માણ માટેના કાર્યક્રનો શુભારંભ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે “સેતુ ભારતમ્” યોજનાનો શુભારંભ કર્યો. 50,000 કરોડના રોકાણ સાથે રાષ્ટ્રીય રાજમાર્ગો પર સુરક્ષિત અને અવરોધરહિત મુસાફરી માટેનો આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે.

કાર્યક્રમનો ઉદ્દેશ્ય 2019 સુધીમાં રાષ્ટ્રીય રાજમાર્ગોને રેલવે ક્રોસિંગ મુક્ત બનાવવાનો છે.

208 નવા રોડ ઓવર બ્રિજ / રોડ અંડરપાસ બનાવવાની યોજના છે, જ્યારે 1500 પુલોને પહોળા, પુનર્વસન કે બદલી દેવામાં આવશે.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ દિશામાં ક્વોન્ટમ કુદકો લગાવવા ઈચ્છે છે. દેશના વિકાસમાં માળખાગત સુવિધાઓનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે જેમ માનવ શરીરમાં ધમની અને શિરાનું મહત્વ છે, તેટલું જ મહત્વ રાષ્ટ્ર માટે રસ્તાઓનું છે.

પ્રધાનમંત્રીએ બીજા ક્ષેત્રો જેવા કે રેલવે, સિંચાઈ અને ડિઝીટલ કનેક્ટીવીટી જેવા ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓ માટે સરકારે કરેલી પહેલો વિશે પણ વાત કરી હતી.

J.Khunt/GP