Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહિલા ધારાસભ્યોના રાષ્ટ્રીય સંમેલનના સમાપન સત્રને સંબોધ્યું

પ્રધાનમંત્રીએ મહિલા ધારાસભ્યોના રાષ્ટ્રીય સંમેલનના સમાપન સત્રને સંબોધ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (6 માર્ચ, 2016) સંસદના કેન્દ્રીય કક્ષમાં મહિલા ધારાસભ્યોના રાષ્ટ્રીય સંમેલનના સમાપન સત્રને સંબોધતા, ‘મહિલાઓની આગેવાનીમાં વિકાસ’ના મહત્વને જોર આપ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે ‘મહિલા વિકાસ’થી આગળ વધીને વિચારવું જોઈએ અને ‘મહિલાઓની આગેવાનીમાં વિકાસ’ની દિશામાં આગળ વધવું જોઈએ.

પ્રધાનમંત્રીએ અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજનને આ સંમેલનના આયોજનમાં તેમના નેતૃત્વ તેમજ વિઝન માટે શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આવા સંમેલનોને સંગઠિત તત્વો ઉપરાંત પ્રતિનિધિમંડળોની વચ્ચે અનૌપચારિક રૂપથી મેળવેલા અનુભવો પણ ઘણાં ઉપયોગી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બહુકાર્ય (મલ્ટી- ટાસ્કીંગ) , જે આધુનિક વ્યવસ્થામાં ઘણું મહત્વપૂર્ણ તત્વ મનાય છે, મહિલાઓ માટે અત્યંત સ્વાભાવિક છે.

પ્રધાનમંત્રીએ મહિલા ધારાસભ્યોને પ્રૌદ્યોગિકીના ઉપયોગ દ્વારા પોતાના વિધાનસભા ક્ષેત્રને જોડવાનો આગ્રહ કર્યો. તેમણે આ બાબતમાં પોતાના ખુદના અનુભવો જણાવ્યા અને માય ગવર્નમેન્ટ પ્લેટફોર્મ તેમજ નરેન્દ્ર મોદી એપના માધ્યમથી તેમને મળી રહેલા વિચારો તેમજ અભિપ્રાયોનો ઉલ્લેખ કર્યો.

J.Khunt/GP