પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં અપરાધિક બાબતોમાં પારસ્પરિક કાનૂની સહાયતા માટે બંગાળની ખાડીમાં બહુક્ષેત્રીય તકનીકી તથા આર્થિક સહયોગ (બિમ્સટેક) સમજૂતી પર હસ્તાક્ષર અને સમજૂતીના સમર્થનને મંજૂરી આપી દીધી છે. સમજૂતીના અનુચ્છેદ 15 અનુસાર ગૃહ મંત્રાલયને ઓથોરીટી બનાવવામાં આવી છે. બિમ્સટેકમાં સાત દેશ – બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા તથા થાઈલેન્ડ છે.
અપરાધિક બાબતોમાં પારસ્પરિક સહયોગ માટે ક્ષેત્રીય વ્યવસ્થા દ્વારા અપરાધિક ગતિવિધિઓના નિયંત્રણમાં જરૂરી સહયોગ મળશે. સમજૂતીનો ઉદ્દેશ્ય આતંકવાદથી સંબધિત અપરાધ, પારદેશીય સંગઠિત અપરાધ, માદક પદાર્થોની તસ્કરી, મની લોન્ડરીંગ તથા સાઈબર અપરાધ સહિત બધા અપરોધોની શોધ તથા કેસ ચલાવવામાં સભ્ય દેશોની સહાયતા માટે પારસ્પરિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. ભારત તરફથી સમજૂતી પર હસ્તાક્ષર અને સમજૂતીના સમર્થન બાદ સમર્થનના કાગળો બિમ્સટેકના મહાસચિવને સોંપવામાં આવશે અને આખરી દસ્તાવેજો જમા કરાવ્યા પછી 30માં દિવસે સમજૂતી લાગુ પડી જશે.
J.Khunt/GP