પીએમઇન્ડિયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પોષક તત્વ આધારિત સબસિડી (એન.બી.એસ.) યોજના અંતર્ગત સબસિડી માટે પાત્ર સિંગલ સુપર ફાસ્ટેસ્ટ (એસ.એસ.પી.) ઉત્પાદન એકમો માટે લઘુતમ ક્ષમતાના ઉપયોગના ધોરણોને તાત્કાલિક ધોરણે દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ મંજૂરી સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવનારા નીતિગત સુધારાના ક્રમમાં છે, જેમાં નવી યૂરિયા નીતિ 2015 અને યૂરિયા ઉત્પાદન માટે ગેસ પુલિંગનો સમાવેશ થાય છે. ઊર્જા ક્ષમતા વધારવા તેમજ ગેસની કિંમતો નક્કી કરવાના તંત્રને તર્કસંગત બનાવવા પર ભાર મુકાતા આ વર્ષની અત્યાર સુધીની અવધિમાં અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન થયું છે. એવી આશા છે કે, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 17 લાખ એમ.ટી. વધારાનું યૂરિયા ઉત્પાદન થશે. આ ઉપરાંત ઉત્પાદકતા વધારવા તેમજ બિન કૃષિ ઉપયોગને રોકવા માટે સો ટકા યૂરિયાને હવે લીમડા મિશ્રિત કરી નાંખવામાં આવ્યું છે. આ ઉપરાંત વધારાના સિટી કંપોસ્ટના સંવર્ધન પર નીતિ એક મહત્વની પહેલ છે, જેનો ઉદ્દેશ નગરોને સ્વચ્છ બનાવવા અને નગરના કચરાને જમીનની ફળદ્રુપતા વધારવા માટે કંપોસ્ટના રૂપમાં ઉપયોગ કરવાનો છે. આ નીતિ અંતર્ગત પહેલીવાર રૂ. 1500 પ્રતિ એમ.ટી. બજાર વિકાસ સહાય, પ્રોડક્ટના ઉત્પાદન અને વપરાશ વધારવા માટે આપવામાં આવશે.
એસએસપી એક ફોસ્ફેટિક બહુ-પોષક ખાતર છે, જેમાં 16 ટકા ફોસ્ફેટ, 11 ટકા સલ્ફર, 16 ટકા કેલ્શિયમ તેમજ કેટલાક અન્ય જરૂરી સૂક્ષ્મ પોષક તત્વો સામેલ છે. પોતાની સરળ ઉત્પાદન ટેકનીકના કારણે આ ઉપલબ્ધ ખાતરોમાં સૌથી સસ્તું રાસાયણિક ખાતર છે. તે તલ, દાણ, બાગયત, શાકભાજી વગેરે જેવા પાકો માટે અનુકૂળ છે.
01-10-2009થી એસ.એસ.પી. એકમો માટે સબસિડી યોગ્ય બનવા માટે પોતાની સ્વીકૃત ઉત્પાદન ક્ષમતાના લઘુતમ 50 ટકાનો ઉપયોગ કરવો અથવા પ્રતિવર્ષ 40 હજાર એમ.ટી.નું ઉત્પાદન કરવું, આ બેમાંથી જે ઓછું હોય તે ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં કેટલીક ક્ષમતા વધારવામાં આવી હતી, પણ છેલ્લા ચાર વર્ષ દરમિયાન દેશમાં એસ.એસ.પી.ના ઉત્પાદન અને ઉપયોગની સ્થિતિ કમનસીબે સ્થિર રહી છે.
લઘુતમ ક્ષમતા ઉપયોગના ધોરણો હટાવવાની આ નવી નીતિ એસએસપી એકમોને પણ અન્ય ખાતરો સમાન બનાવી દેશે અને તે કૃષિ હેતુ માટે ઉત્પાદિત અને વેચાણ ઉપરાંત સબસિડી મેળવવા યોગ્ય બની જશે.
J.Khunt