Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ધિરાણની પરત ચૂકવણીની મુદત બે વર્ષ માટે લંબાવવા ભારત અને ભૂતાન વચ્ચેના કરારની એમએચઈપી અંગેની કલમ 3માં સુધારાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ દ્વારા મંદેછુ હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેકટ (એમઈએચપી) અંગેના ભારત અને ભૂતાન વચ્ચેના કરારની કલમ 3માં સુધારો કરવામાં આવ્યો છે, જેની મારફતે ભારતે ભૂતાનને લોનની પરત ચૂકવણી માટેનો ગાળો બે વર્ષ લંબાવ્યો છે જેથી હવે ભૂતાનમાં આ પ્રોજેકટનુ અમલીકરણ 15 વર્ષથી વધારીને 17 વર્ષમાં કરી શકાશે.

લાભ:

આ દરખાસ્તમાં નીચેની બાબતોની ખાતરી કરવામાં આવી છે.

(1) ભૂતાનના 720 મેગાવોટના એમએચઈપી પ્રોજેકટમાંથી વીજળી આયાત કરવાના દર પ્રથમ વર્ષે યુનિટ દીઠ ભારતીય રૂપિયા મુજબ રૂ. 4.12નો રહેશે.

(2) એમએચઈપીમાંથી ભૂતાન દ્વારા ભારતને વધારાનો વીજ પુરવઠો પૂરો પાડવાની ખાતરી.

(3) ભારત અને ભૂતાન વચ્ચે આર્થિક સંબંધો મજબૂત થશે અને ખાસ કરીને હાઈડ્રોપાવર ક્ષેત્રે આંતર-જોડાણ અને સહયોગ વધશે તથા ભારત અને ભૂતાન વચ્ચે એક-બીજા પરનું એકંદર આવલંબન વધશે.

J.Khunt/GP/RP