Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે શિક્ષકો કેડર વટહુકમ, 2019માં અનામતને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકે યુનિવર્સિટીઓ/કોલેજોને ‘વિભાગ/વિષય’ને બદલે એક એકમ તરીકે સ્વીકારીને “કેન્દ્રીય શિક્ષણ સંસ્થાન (શિક્ષકોની કેડરમાં અનામત) વટહુકમ, 2019”ને જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

અસરો:

આ નિર્ણયથી તમામ યોગ્યતા ધરાવતા પ્રતિભાશાળી ઉમદવારોને આકર્ષવા માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં શિક્ષણના સ્તરમાં સુધારો થવાની આશા સેવાઈ રહી છે.

ફાયદાઓ:

આ નિર્ણયથી અનુસુચિત જાતિઓ/અનુસુચિત જનજાતિઓ અને સામાજિક તથા આર્થિક રીતે પછાત વર્ગોની માટે નક્કી કરવામાં આવેલા અનામતના માપદંડોની સાથે સાથે કલમ 14, 16 અને 21ની બંધારણીય જોગવાઈઓની વિધિવત રીતે ખાતરી કરીને શિક્ષક કેડરમાં સીધી ભરતી દ્વારા 5000થી વધુ ખાલી જગ્યાઓને ભરવા માટે મંજૂરી આપવામાં આવશે.

*****

NP/J.Khunt/GP/RP