Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે યુપીએસસી અને સીએસસીએમ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી) અને સિવિલ સર્વિસીસ કાઉન્સિલ ઑફ મોંગોલિયા (સીએસસીએમ) વચ્ચેનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.

આ એમઓયુ સીએસસીએમ અને યુપીએસસી વચ્ચેના વર્તમાન સંબંધોને મજબૂત બનાવશે. તે ભરતીની પ્રક્રિયામાં બંને પક્ષોના અનુભવ અને તજજ્ઞતાનું આદાન-પ્રદાન કરવાની સુવિધા પુરી પાડશે.

NP/J.Khunt/GP/RP