Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે એસએટી, મુંબઇમાં ટેકનિકલ સભ્યના હોદ્દાની રચના કરવા માટે મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે મુંબઇમાં સિક્યુરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલમાં ટેકનિકલ સભ્યના હોદ્દાની રચના કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ હોદ્દા પર નિમણૂંક પામતા ટેકનિકલ સભ્યને પગાર સ્તર 7માં પગાર પંચ મુજબ રૂ. 2,25,000/- (ફિક્સ) અથવા પે મેટ્રિક્સના લેવલ 17 પ્રમાણે ભારત સરકારના સચિવને સમકક્ષ રહેશે.

 

ફાયદાઓઃ

આ હોદ્દાની રચનાથી મુંબઇ એસએટીમાં વધારાની બેન્ચના નિર્માણની સુવિધા ઊભી થશે. તેના કારણે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI), ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDA) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA) સંબંધિત એસએટીમાં વધતી અપીલોની સંખ્યા ઝડપથી ઘટાડવામાં મદદ મળશે. આ બાબત રોકાણકારો, પેન્શનરો અને સામાન્ય લોકો માટે ખૂબ લાભદાયક સાબિત થશે. શેર બજાર અને વીમા ક્ષેત્રનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. શેર બજારમાં ટ્રેડિંગ અને વીમા ક્ષેત્રમાં ગ્રાહકોના વધેલા પ્રમાણના કારણે તેમની ફરિયાદોમાં પણ વધારો થવાની પુરી સંભાવના છે. આથી તે જરૂરી છે કે તેના માટે ઝડપી નિવારણ માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. તે વીમા, શેર બજાર અને પેન્શન સંબંધિત અપીલના કેસોનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરશે, જેના કારણે સામાન્ય લોકોને ખૂબ જ ફાયદો થશે.

 

 

 

NP/J.Khunt/GP/RP