પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય મંત્રીમંડળે સમગ્ર દેશમાં પૂર નિયંત્રણ કામગીરી અને નદી સંચાલન પ્રવૃતિઓ માટે “પૂર નિયંત્રણ અને સરહદી વિસ્તાર કાર્યક્રમ (FMBAP)” તથા વર્ષ 2017-18થી 2019-20ના સમયગાળા માટે સરહદી વિસ્તારો સંબંધિત કાર્યો માટે અંદાજિત કુલ રૂ. 3342 કરોડની ખર્ચ જોગવાઇઓને મંજૂરી આપી છે.
ફાયદાઓઃ
FMBAP યોજના સમગ્ર દેશમાં અસરકારક પૂર નિયંત્રણ, જમીન-ધોવાણ પર અંકુશ અને સમુદ્રના કારણે થતું જમીન ધોવાણ નિયંત્રિત કરવા માટે લાગુ પાડવામાં આવશે. આ પ્રસ્તાવ દેશમાં નગરો, ગામો, ઔદ્યોગિક સંસ્થાઓ, સંદેશા-વ્યવહાર જોડાણો, કૃષિલક્ષી જમીનો, માળખાકીય એકમો વગેરેને પૂર અને જમીન ધોવાણ સામે લાભદાયક બની રહેશે. નદી પ્રવાહ ક્ષેત્રમાં ઉપાય કામગીરી તેમાં એકત્રિત થતા કાપને ઘટાડવામાં મદદ કરશે.
ભંડોળ ફાળવણીઃ
સામાન્ય શ્રેણીના રાજ્યોમાં કામગીરી માટે FM ઘટક માટે ભંડોળ ફાળવણી 50% (કેન્દ્ર) : 50% (રાજ્ય) મુજબ ચાલુ રહેશે અને પૂર્વોત્તાર રાજ્યો, સિક્કિમ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રોજેક્ટ્સ માટે ભંડોળ ફાળવણી 70% (કેન્દ્ર) : 30% (રાજ્ય) મુજબ ચાલુ રહેશે. RBMA ઘટક અંતર્ગત જે કામગીરી જે-તે પડોશી દેશો સાથે સરહદી વિસ્તારોમાં અને દ્રીપક્ષીય વ્યવસ્થાતંત્ર અનુસાર કામગીરીલક્ષી છે તેવા પ્રોજેક્ટ્સ/કાર્યોને 100% સહાયક અનુદાન/કેન્દ્રીય સહાયતા મળવાની ચાલુ રહેશે.
મુખ્ય વિશેષતાઓઃ
“FMBAP” યોજના બારમા આયોજન અંતર્ગત ચાલી રહેલી બે યોજનાઓ “પૂર નિયંત્રણ કાર્યક્રમ (FMP)” અને “નદી સંચાલન પ્રવૃતિ અને સરહદી વિસ્તારો સંબંધિત કામગીરી (RMBA)”ના ઘટકોનો સમન્વય કરીને ઘડવામાં આવી છે. આ યોજનાનો હેતુ માળખાકીય અને બિન-માળખાકીય પગલાંઓનું ઇષ્ટતમ સંયોજન અપનાવીને અને સંબંધિત ક્ષેત્રોમાં રાજ્ય/કેન્દ્ર સરકારના અધિકારીઓની ક્ષમતામાં વધારો કરીને જોખમી વિસ્તારોમાં પૂર સામે વ્યાજબી પ્રમાણમાં રક્ષણ પુરું પાડીને રાજ્ય સરકારોને સહાયતા કરવાનો છે.
આ યોજના અંતર્ગત કામગીરી મૂલ્યવાન જમીનનું ઘસારણ સામે રક્ષણ કરશે અને સરહદીય વિસ્તારોમાં શાંતિ જાળવવામાં મદદ કરશે. આ યોજનાનો હેતુ FMP અંતર્ગત પહેલેથી મંજૂરી મેળવીને ચાલી રહેલા કાર્યક્રમો સાથે પૂર્ણ થવાનો છે. વધુમાં યોજના પડોશી દેશો સાથે જળવિભાજન કરતી નદીઓ ઉપર જળ-હવામાનશાસ્ત્રીય નિરીક્ષણો અને પૂર ચેતવણીની પણ સુવિધા આપે છે. આ યોજનામાં નેપાળમાં પંચેશ્વર બહુહેતુક પ્રોજેક્ટ, સાપ્તા કોશી – સુન કોશી પ્રોજેક્ટ જેવા પડોશી દેશો સાથે જળવિભાજન કરતી નદીઓ ઉપર સરવે અને તપાસ ઉપરાંત જળસ્રોતોના DPR વગેરે તૈયાર કરવાનો પણ સમાવેશ થાય છે.
NP/J.Khunt/GP/RP