પીએમઇન્ડિયા
ઉત્તરપૂર્વમાં સ્માર્ટ સુશાસનની આ નવી શરૂઆતમાં સામેલ થવાની મને ખુશી છે. ગંગટોક, નામ્ચી, પશિઘાટ, ઇટાનગર અને અગરતલામાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર્સની શરૂઆત એક આવકારદાયક પગલું છે.
ઉત્તર પૂર્વમાં શહેરી કેન્દ્રો મોટી સંખ્યામાં પ્રતિભાશાળી માનવીય સંસાધનો સાથે સંપૂર્ણ વિસ્તાર માટે વૃદ્ધિનાં કેન્દ્રો તરીકે વિકસવાની સંભવિતતા ધરાવે છે.
સ્માર્ટ સીટી મિશને શહેરોને તેમની સંભવિતતા અને પડકારોને ઓળખવા સક્ષમ બનાવ્યાં છે. આ જાહેર ચર્ચા મારફતે પડકારો માટે સ્માર્ટ સોલ્યુશનને પ્રેરણા આપે છે.
સ્માર્ટ સિટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર્સ વિવિધ સેવાઓનાં નેટવર્કને સંકલિત કરવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેઓ પોલીસ, પરિવહન, પાવર, પાણી, સફાઈ અને જાહેર સલામતીની સુવિધાઓ જેવા વિભાગો વચ્ચે વાસ્તવિક સમયમાં જોડાણ કરવા સક્ષમ બનાવે છે.
મારું માનવું છે કે, એક વાર સિસ્ટમ સ્થાપિત થઈ ગયા પછી વહીવટદારો શહેરી કામગીરીનું વધુ સારી રીતે નિયંત્રણ કરી શકશે અને વાસ્તવિક સમયમાં એનાં પર કામગીરી કરી શકશે.
સમગ્ર ભારતમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર્સનો અમલ ઝડપથી થઈ રહ્યો છે. 1 માર્ચ, 2019 સુધી આ કેન્દ્રો 15 સ્માર્ટ સિટીઓમાં કાર્યરત થઈ ગયા છે. અન્ય 50 કેન્દ્રોમાં કામગીરી ચાલુ છે.
મને જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર-પૂર્વમાં ઓક્ટોબર, 2019ની શરૂઆતમાં પ્રથમ સ્માર્ટ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર પૂર્ણ થશે.
આ સિસ્ટમનાં મુખ્ય ઘટકોમાંનો એક ઘટક સીસીટીવી નાગરિકોની સલામતી માટે દેખરેખ રાખવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા અપરાધને નિયંત્રણ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી ટ્રાફિકનો પ્રવાહ સરળ કરવામાં મદદ મળશે.
કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનાં ઘટક આ શહેરોમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપશે. સ્માર્ટ સ્ટ્રીટ લાઇટિંગ આપણી શેરીઓને વધારે સલામત અને નાગરિકોને વધારે અનુકૂળ બનાવશે. એનાથી એલઇડી સિસ્ટમનાં કન્વર્ઝન મારફતે ઊર્જાદક્ષતામાં સુધારો પણ થશે.
સ્માર્ટ સિટીઝ પબ્લિક-એડ્રેસ સિસ્ટમ અને વેરિએબલ મેસેજ સાઇન ઇન્સ્ટોલ પણ કરશે, જેથી મહત્ત્વપૂર્ણ નાગરિક માહિતીનો સંચાર થશે.
ડિજિટલ ઇન્ડિયા અભિયાનનું મહત્ત્વપૂર્ણ પાસું ડિજિટલ સુલભતા છે. પબ્લિક વાઇ-ફાઇ સિસ્ટમ નાગરિકોને ઇન્ટરનેટની નિઃશુલ્ક સુલભતા પ્રદાન કરશે.
ઉત્તર-પૂર્વ પર્યાવરણને અનુકૂળ સંવેદનશીલ વિસ્તાર છે. પર્યાવરણ સંબંધિત નિરીક્ષણ વ્યવસ્થા અને આપત્તિનું વ્યવસ્થાપન કરવાનાં મોડ્યુલ નાગરિકો અને સરકારોને વાસ્તવિક સમયમાં માહિતી પ્રદાન કરશે. એનાથી નાગરિકોનાં જીવનની સંપૂર્ણ ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ મળશે.
જેમ આ વ્યવસ્થા શહેરોમાં વિવિધ પાસાઓનો અમલ કરી રહી છે અને એને વધારી રહી છે, તેમ તેઓ તેમનાં નાગરિકો માટે જીવનની સરળતામાં વધારો કરવા સક્ષમ બનશે.
હું જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર પૂર્વનાં 10 સ્માર્ટ શહેરોમાં આશરે રૂ. 15,000 કરોડનાં 500થી વધારે પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે. એમાંથી 59 પ્રોજેક્ટ માટે કામગીરી કરવાનાં ઓર્ડર ઇશ્યૂ થઈ ગયા છે.
મને સિક્કિમમાં નામ્ચીથી ખુશ છું, જ્યાં ઇન્ટિગ્રેટેડ વોટર સપ્લાય પ્રોજેક્ટ, એલઇડી સ્ટ્રીટ લાઇટ અને ફૂટપાથની કામગીરી શરૂ થઈ ગઈ છે. આપણાં પર્વતીય શહેરોમાં પાણી મોટો પડકાર છે. ગંગટોકે વરસાદનાં પાણીનો સંચય કરવાની કામગીરી શરૂ કરી છે. અહીં ટ્રાફિકની ગીચતા ઘટાડવા સ્માર્ટ પાર્કિંગ ખાસિયતો સાથે મલ્ટિ-લેવલ કાર પાર્કના નિર્માણ માટેનાં પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યાં છે.
અગરતલા રકાબી જેવી ભૂગોળ ધરાવતું હોવાથી એનાં પડકારો વિશિષ્ટ છે, જેથી શહેરમાં પૂર આવવાની શક્યતા વધી જાય છે. શહેરી વહીવટીતંત્રે સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત વરસાદનાં પાણીનો સંચય કરવા માટે પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
ઇટાનગરે સ્માર્ટ રોડ્સ અને ઇન્ટેલિજન્ટ ટ્રાફિક તથા પરિવહન વ્યવસ્થાપન વ્યવસ્થા મારફતે શહેરી માર્ગ નેટવર્કને સુધારવાની યોજના બનાવી છે. પશિઘાટ મુખ્ય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ મારફતે હાઉસિંગ, ઊર્જા વ્યવસ્થાપન અને વેપાર વિકાસનાં પડકારોનું નિરાકરણ કરી રહ્યું છે.
એટલે દરેક શહેરે એની મુખ્ય સમસ્યાઓને ઓળખી છે અને આ સમસ્યાઓનું સમાધાન શોધવા તરફ અગ્રેસર છે.
હું એ નોંધીને ખુશ છું કે ઉત્તર પૂર્વનાં પાંચ શહેરો ગૌહાટી, ઐઝવાલ, કોહિમા, ઇમ્ફાલ અને શિલોંગ આ દિશામાં અગ્રેસર છે.
સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ પ્રોજેક્ટનો અમલ હવે ઝડપથી થઈ રહ્યો છે.
મને ખાતરી છે કે, આપણે આપણાં ઉત્તર પૂર્વનાં શહેરોની કાયાપલટ કરવા ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. એનાથી જીવનની ગુણવત્તા વધશે અને વિસ્તારનાં આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.
NP/J.Khunt/GP
I am happy to be part of this new beginning for Smart Governance in the North East.
— PMO India (@PMOIndia) March 7, 2019
The launch of Integrated Command and Control Centres in Gangtok, Namchi, Pasighat, Itanagar and Agartala is a welcome step: PM @narendramodi
The urban centres of the North East, with their pool of skilled human resource, have the potential to emerge as growth hubs for the entire region: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 7, 2019
The Smart City Mission enables cities to identify their potential and challenges.
— PMO India (@PMOIndia) March 7, 2019
It catalyses smart solutions for the challenges, through public consultation: PM @narendramodi
Smart City Command and Control Centres use digital technology to integrate different service networks.
— PMO India (@PMOIndia) March 7, 2019
They enable real-time collaboration among departments such as Police, Transport, Power, Water, Sanitation, and Public Safety utilities: PM @narendramodi
The implementation of Integrated Command and Control Centres is gathering pace across India.
— PMO India (@PMOIndia) March 7, 2019
As on the First of March 2019, these Centres have already been operationalized in fifteen Smart Cities. Work is in progress at fifty other Centres: PM @narendramodi
1The North-East is an environmentally sensitive region.
— PMO India (@PMOIndia) March 7, 2019
The Environmental Monitoring System and Disaster Management modules will give real time information to Citizens and Government. It will help improve the overall quality of life of citizens: PM @narendramodi