Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે મેડિસિન અને હોમિયોપેથીની પરંપરાગત વ્યવસ્થા ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને બોલિવિયા વચ્ચેનાસમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બોલિવિયા વચ્ચે મેડિસિન અને હોમિયોપેથીની પરંપરાગત વ્યવસ્થાનાં ક્ષેત્રમાં થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ એમઓયુ પર બોલિવિયામાં માર્ચ, 2019માં હસ્તાક્ષર થયા હતા.

અસરઃ

આ સમજૂતીકરાર સહકાર માટે માળખું પ્રદાન કરશે અને બંને દેશો વચ્ચે મેડિસિન અને હોમિયોપેથીની પરંપરાગત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે પારસ્પરિક લાભદાયક બનશે. આ બોલિવિયામાં મેડિસિન અને હોમિયોપેથીની પરંપરાગત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને પ્રસાર તરફ દોરી જશે તથા બોલિવિયામાં મેડિસીનની વ્યવસ્થામાં આયુષ (આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી)ના મહત્વને પ્રોત્સાહન આપશે. આ એમઓયુ સહિયારું સંશોધન હાથ ધરવા માટે ડૉક્ટર અને વૈજ્ઞાનિકોને તાલિમ આપવા નિષ્ણાતોનાં આદાન-પ્રદાનની સુવિધાને સુલભ કરશે.

NP/J.Khunt/GP/RP