Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ફ્રાંસનાં રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદીને ટેલિફોન કરીને શુભેચ્છા પાઠવી


ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ ઇમ્માન્યૂએલ મેક્રોને પ્રધાનમંત્રી મોદીને 23 મે, 2019નાં રોજ ટેલિફોન કરીને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

બંને નેતાઓએ ભારત અને ફ્રાંસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવા માટે સંયુક્તપણે કામ કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારતને સતત સાથસહકાર આપવા બદલ ફ્રાંસનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી મોદીને લોકશાહી જગતનાં સૌથી મજબૂત નેતાઓમાંનાં એક ગણાવીને રાષ્ટ્રપતિ મેક્રોને પ્રધાનમંત્રી મોદીને ઓગસ્ટ, 2019માં દ્વિપક્ષીય બેઠક માટે ફ્રાંસની મુલાકાત લેવા તથા બિયારિત્ઝમાં જી7નાં શિખર સંમેલનની બેઠકમાં હાજર રહેવા પણ આમંત્રણ પાઠવ્યું હતુ.

******

RP