Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની પ્રજાસત્તાક કિર્ગિસનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત


પ્રજાસત્તાક કિર્ગિસનાં રાષ્ટ્રપતિ મહામહિમ સૂરોન્બે શારિપોવિક જીનબેકોવ 30 મે, 2019નાં રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં શપથગ્રહણ સમારંભમાં પધાર્યા હતા.

અત્યારે કિર્ગિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)નું અધ્યક્ષ રાષ્ટ્ર છે અને મધ્ય એશિયામાં ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. રાષ્ટ્રપતિ જીનબેકોવે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા તથા તેમને એસસીઓનાં શિખર સંમેલન માટે કિર્ગિસ્તાનની મુલાકાત લેવા તેમજ 13-15 જૂન, 2019નાં રોજ દ્વિપક્ષીય બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.

ભારત અને કિર્ગિસ્તાન ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ છેલ્લાં થોડાં વર્ષોમાં બંને દેશો વચ્ચે મજબૂત થયેલા દ્વિપક્ષીય સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે શપથગ્રહણ સમારંભમાં રાષ્ટ્રપતિ જીનબેકોવની હાજરી બદલ આભાર માન્યો હતો, કિર્ગિસ્તાનની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવા માટે તેમને ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે, તેઓ કિર્ગિસ્તાનની મુલાકાત લેવા આતુર છે.

DK/J.Khunt/GP/RP