પીએમઇન્ડિયા
નેપાળના પ્રધાનમંત્રી આદરણીય શ્રી કે. પી. શર્મા ઓલી ૩૦ મે, 2019ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.
31 મે, 2019ના રોજ પ્રધાનમંત્રી મોદી સાથેની દ્વિપક્ષીય મુલાકાતમાં પ્રધાનમંત્રી ઓલીએ પ્રધાનમંત્રીને સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષને મળેલા વિજય બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમનો શુભેચ્છાઓ આપવા બદલ આભાર માન્યો હતો અને ભારત તથા નેપાળ વચ્ચેની પારંપરીક, ગાઢ અને બહુઆયામી ભાગીદારીને આગળ વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય પરિયોજનાઓ અને પહેલોના અમલીકરણમાં પ્રાપ્ત થયેલ પ્રગતિ અંગે સંતોષ સંતોષ વ્યક્ત કર્યો હતો.
RP
Had a very warm and productive meeting with PM @kpsharmaoli.
— Narendra Modi (@narendramodi) May 31, 2019
Thank you for your gracious presence at the Swearing-in Ceremony. I look forward to working with you to take India-Nepal partnership to newer heights. pic.twitter.com/GyACZ2ihuN