પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં 17મી લોકસભાનું સત્ર 17મી જૂનથી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં સરકારની કામગીરી પર ચર્ચા થશે. આ સત્ર 26મી જુલાઈ, 2019ને શુક્રવારે સંપન્ન થશે.
રાજ્યસભાનું સત્ર 20મી જૂન, 2019ને ગુરુવારે શરૂ થશે અને તેમાં પણ સરકારી વિવિધ કામગીરી પર ચર્ચા શરૂ થશે. આ સત્ર 26મી જુલાઈ, 2019ને શુક્રવારે સંપન્ન થશે.
લોકસભાનાં અધ્યક્ષની ચૂંટણી 19મી જૂન, 2019નાં રોજ યોજાશે.
રાષ્ટ્રપતિને બંધારણની કલમ 87(1) મુજબ, 20મી જૂન, 2019ને ગુરુવારે સંસદનાં સેન્ટ્રલ હોલમાં સવારે 11.00 વાગે બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરવાની વિનંતી કરવામાં આવશે.
લોકસભામાં 5મી જુલાઈ, 2019નાં રોજ સવારે 11.00 વાગે નાણાકીય વર્ષ 2019-20 માટે કેન્દ્ર સરકારનું બજેટ પ્રસ્તુત થશે અને બજેટ રજૂ થયા પછી સંબંધિત ગૃહોની કામગીરી એ દિવસ માટે મોકૂફ રહેશે.
RP