પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં આજે કૃષિ ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને લિથુઆનિયાની વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપવામાં આવી.
સમજૂતી કરાર બગીચા, પાક લણણી પછી વ્યવસ્થાપન, જૈવિક ખેતી, કોલ્ડ સ્ટોરેજ વિકાસ તેમજ કૃષિ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન સહિત બંને દેશોની વચ્ચે કૃષિ ઉત્પાદનના ક્ષેત્રોમાં સહયોગ પ્રદાન કરશે. બંને દેશોની વચ્ચે સહયોગને દ્વિવાર્ષિક કાર્યયોજનાના માધ્યમથી કરાશે.
એવી સંભાવના છે કે આ સમજૂતી કરારથી કૃષિ ક્ષેત્રની ક્ષમતા નિર્માણ, વૈજ્ઞાનિકો અને ટેકનીશીયનોની વચ્ચે જ્ઞાનનું આદાન-પ્રદાન, જનીન સંસાધનોનું આદાન-પ્રદાન, ઉચિત પ્રૌદ્યોગિકીનો વિકાસ તેમજ કૃષિ ક્ષેત્રમાં કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ મળશે.
AP/J.Khunt/GP