પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ને સંગઠિત ‘એ’નો દરજ્જો આપવા તથા કર્મચારી અને તાલીમ વિભાગનાં ક્રમશઃ તારીખ 24-09-2009 અને 06-06-2000નાં આદેશો તથા અનુવર્તી આદેશો અનુસાર 01-01-2006થી બિનકાર્યકારી નાણાકીય સંવર્ધન (એનએફએફયુ)નાં અનુવર્તી લાભ અને 06-06-2000થી વરિષ્ઠ ડ્યુટી પદ (એસડીપી)નાં 30 ટકા બિનકાર્યકારી પસંદગીનાં ગ્રેડ (એનએફએસજી)ને મંજૂરી આપી દીધી છે.
મુખ્ય અસરઃ
આરપીએફને સંગઠિત સમૂહ ‘એ’નો દરજ્જો પ્રદાન કરવાથી સેવામાં સ્થિરતાનો અંત આવશે, અધિકારીઓની કારકિર્દીમાં પ્રગતિમાં સુધારો થશે અને તેમનું પ્રેરણાત્મક સ્તર જળવાઈ રહેશે. આરપીએફનાં યોગ્ય અધિકારીઓને લાભ થશે.
પૃષ્ઠભૂમિઃ
દિલ્હી હાઈ કોર્ટે પોતાનાં તારીખ 04-12-2012નાં આદેશ દ્વારા રેલવેનાં આરપીએફને સમૂહ ‘એ’નો દરજ્જો પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતો. હાઈ કોર્ટે તારીખ 05-02-2019નાં આદેશ દ્વારા એની પુષ્ટિ કરી હતી. રેલવે બોર્ડે આરપીએફને સંગઠિત સમૂહ ‘એ’નો દરજ્જો પ્રદાન કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.
RP