Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વહીવટી દ્રષ્ટિથી સ્પેક્ટ્રમના ઉદારીકરણ માટે ફાળવાયેલ નીતિમાં પરિવર્તન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે (6-4-2016) કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં જ્યાં બજાર દ્વારા નિર્ધારિત મૂલ્ય ઉપલબ્ધ નથી, ત્યાં વહીવટી દ્રષ્ટિથી ફાળવાયેલા સ્પેક્ટ્રમમાં ઉદારીકરણ માટે નીતિમાં પરિવર્તનને મંજૂરી પ્રદાન કરાઈ. આનાથી નવી પ્રૌદ્યોગિકીઓની શરૂઆત કરવા, સ્પેક્ટ્રમને વહેંચવા અને તેના ટ્રેડિંગ દ્વારા સ્પેક્ટ્રમના સર્વોત્તમ ઉપયોગમાં સહાયતા મળશે.

જ્યાં હરાજી દ્વારા નિર્ધારિત થનારા મૂલ્ય ઉપલબ્ધ નથી, ત્યાં વહવટી દ્રષ્ટિથી ફાળવાયેલા સ્પેક્ટ્રમમાં ઉદારીકરણ માટે હાલમાં જ સૂચવાયેલ આરક્ષિત મૂલ્યોને કામચલાઉ મૂલ્યના રૂપમાં લેવાશે. આગળની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થવા અને હરાજી દ્વારા નિર્ધારિત થનારા મૂલ્યની ઉપલબ્ધતા બાદ, જે અંતિમ મૂલ્ય પહેલેથી જ ચાર્જ કરવામાં આવ્યું છે તેને ઉદારીકરણની તારીખથી હરાજી દ્વારા નિર્ધારિત થનારા મૂલ્યની સાથે યથાનુપાત આધાર પર સમાયોજિત કરવામાં આવશે.

આ નિર્ણય ટ્રાઈની ભલામણોના આધાર પર લેવાયો છે અને આ પ્રક્રિયાના માધ્યમથી 1300 કરોડ રૂપિયાની રાશિ પ્રાપ્ત થવાની સંભાવના છે.

AP/J.Khunt/GP