Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમેરિકાના રક્ષા મંત્રી એશ્ટન કાર્ટરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

અમેરિકાના રક્ષા મંત્રી એશ્ટન કાર્ટરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


અમેરીકાના રક્ષા મંત્રી એશ્ટન કાર્ટરે આજે (12-4-2016) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રક્ષા સહયોગમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે બંને દેશોની વચ્ચે રક્ષા પ્રૌદ્યોગિકી તેમજ વ્યાપાર પહેલની રૂપરેખાની સાથે વાતચીત, રક્ષા ક્ષેત્રમાં ‘મેક ઈન ઈન્ડિયા’ના તેમના દ્રષ્ટિકોણની સાથે આગળ વધશે.

અમેરિકાના રક્ષા મંત્રી કાર્ટરે કહ્યું કે અમેરિકા, ભારતને નજીકના રણનીતિક સહયોગી અને સ્થાયી ભાગીદાર તરીકે જુએ છે અને બંને પક્ષો ખરીદ-વેચાણ સંબંધથી નિર્માણ ભાગીદારી તરફ વધી રહ્યા છે.

બંને નેતાઓએ દક્ષિણ એશિયા અને એશિયા પ્રશાંત ક્ષેત્ર સહિત ક્ષેત્રીય સ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. કાર્ટરે કહ્યું કે અમેરિકાની ‘સંતુલન’ અને ભારતની ‘એક્ટ ઈસ્ટ’ની નીતિ એક-બીજાની પૂરક છે.

AP/J.Khunt/GP