Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

માનવ તસ્કરીને રોકવા માટે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સમજૂતી કરાર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે (13-4-2016) ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે માનવ તસ્કરીને રોકવા તેમજ તેનો સામનો કરવા માટે પરસ્પર સહયોગ પર સમજૂતી કરાર (એમઓયૂ) પર હસ્તાક્ષર કરવા માટે પોતાની મંજૂરી આપી દીધી છે.

આ એમઓયૂ બંને દેશોની વચ્ચે મિત્રતાના સંબંધને મજૂબત કરશે તથા માનવ તસ્કરી, ખાસ કરીને મહિલાઓ તેમજ બાળકોની તસ્કરીને રોકવા, બચાવ રાહત તેમજ તેમના દેશના-પ્રત્યાર્વતનના મુદ્દા પર પરસ્પર સહયોગને ઝડપથી વધારશે.

આ એમઓયૂની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ-

1. બધા પ્રકારની માનવ તસ્કરી, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તસ્કરીને રોકવા માટે સહયોગ મજબૂત બનાવવો તથા ઝડપી તપાસ અને બંને દેશોમાંથી કોઈપણ દેશમાં માનવ તસ્કરો તેમજ સંગઠિત અપરાધનું અભિયોજન સુનિશ્ચિત કરવું.

2. રોક સંબંધી પગલાં લેવા, જે મહિલાઓ તેમજ બાળકોની તસ્કરીને સમાપ્ત કરશે તેમજ માનવ તસ્કરીથી પિડીતોના અધિકારોની સુરક્ષા કરશે.

3. માનવ તસ્કરી વિરોધી સેલ તેમજ કાર્ય બળ બંને દેશોમાં માનવ તસ્કરીને રોકવા માટે કાર્ય કરશે.

4. પોલિસ તેમજ અન્ય સંબંધિત અધિકારી સાથે મળીને કાર્ય કરશે તેમજ સૂચનાઓનું આદાન પ્રદાન કરશે જેનો ઉપયોગ માનવ તસ્કરો પર પાબંદી લગાવવા માટે થઈ શકે છે.

5. પીડિતોનું દેશ-પ્રત્યાર્વતન જ્યાં સુધી સંભવ છે, ઝડપથી કરાશે અને ગૃહ દેશ પીડિતોનું સુરક્ષિત તેમજ ફરી વખત એકીકરણ શરૂ કરશે.

6. સમજૂતી કરારના કામકાજની દેખરેખ માટે બંને દેશોના પ્રતિનિધિઓ સાથે એક સંયુક્ત કાર્ય દળનું ગઠન કરાશે.

AP/J.Khunt/GP