પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે યુવા આદાન-પ્રદાન કાર્યક્રમોનું આયોજન કરવા માટે બહેરીન, કુવેત, નેપાલ, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, વિયેટનામ તથા બ્રિક્સ દેશો સાથે થયેલ સમજૂતિ વિજ્ઞપ્તિ (એમઓયુ) પર હસ્તાક્ષરની માહિતી આપી હતી.
આંતરરાષ્ટ્રીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ જુદા જુદા દેશોના યુવાઓ વચ્ચે વિચારો અને મૂલ્યોની સાથે આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને વિકસીત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સાથેના અરસપરસ સંપર્ક દ્વારા આ કાર્યક્રમ દેશો વચ્ચે શાંતિ અને સમજને પ્રોત્સાહન આપવાની સાથે સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને પણ મજબૂત કરે છે.
J.Khunt