પીએમઇન્ડિયા
ઉપસ્થિત સૌ માનનીય મુખ્યમંત્રીગણ સૌ માનનીય ન્યાયાધીશો,
પ્રતિવર્ષે આ પ્રકારની આપણી એક મિટિંગ યોજાય છે. આ વખતે ઘણી વિસ્તૃત કાર્યસૂચિ છે. મને જણાવવામાં આવ્યું છે કે બે દિવસ સુધી ન્યાયાધીશોએ વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે બહુ જ સારા સૂચનો પણ આવ્યા છે અને મને એવું પણ જણાવવામાં આવેલ છે કે બહુ જ પ્રતિબધ્ધતા સાથે વસ્તુઓને આગળ વધારવાના બધી બાજુથી પ્રયત્નો થયા છે. તે માટે હું માનનીય ઠાકુર સાહેબનો અને તેમની પુરેપુરી ટીમને હૃદયથી ખુબ ખુબ અભિનંદન આપું છું, જેથી આ મુદ્દાઓને આગળ વધારવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે.
ગત્ દિવસોમાં ભોપાલમાં એક રિટ્રીટનો કાર્યક્રમ થયો જેની વિગતો હું કાલે ઠાકુર સાહેબ પાસેથી સાંભળી રહ્યો હતો, મને બહુ જ આનંદ થયો કે કાયદા બિંદુની બહાર પણ એક બહુ જ મોટો દેશ હોય છે તો તેને પણ જાણવું સમજવું અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે શું ચાલી રહ્યું છે, ક્યા પડકારો છે, કઈ તકો છે. અને દેશના પ્રતિષ્ઠિત વિશેષજ્ઞોને બોલાવ્યા હતાં. અને સૌ ન્યાયાધીશોને સાંભળી રહ્યા હતાં. પ્રશ્નોત્તરી કરી રહ્યા હતાં. હું માનું છું કે આ પરંપરા પોતે જ એક, બહુ જ ઉત્તમ પરંપરા છે. બની શકે છે કદાચ રાજ્યોમાં પણ આગળ જતાં આવો પ્રયત્નો થાય તો કદાચ ઠાકુર સાહેબે. . . વચ્ચે થતું હતું, પણ ઘણાં વર્ષો સુધી બંધ રહ્યું હતું. હું માનું છું કે બહુ જ ઉત્પ્રેરક બનશે આવા પ્રકારની બાબતો સાથે જોડાવવાથી.
ઘણાં વિષયોની અહીંયા ચર્ચા થવાની છે તેથી તેની બહુ ઉંડાણમાં હું જતો નથી, પરંતુ એ સાચું છે કે ભારતના સામાન્ય નાગરિકને આજે પણ ન્યાય વ્યવસ્થા પર પુરો વિશ્વાસ છે વિશ્વાસ તો શું એક આસ્થા છે,શ્રદ્ધા છે. અને આ આપણા દેશની એક બહુ જ મોટી મૂડી છે. આપણા સૌની એ જવાબદારી બને છે કે આ આસ્થાને જાળવી રાખીએ. તેને ચાલુ રાખીએ. જેથી ક્યારેય સામાન્ય માણસના જીવનમાં એવી સ્થિતિ ના આવે કે હવે ક્યાં જઈએ. એક સ્થાન છે જ્યાં તેને વિશ્વાસ છે કે હું જઈ શકું છું. અને તે સ્થિતિ જાળવવામાં સરકારની પણ બહુ મોટી જવાબદારી છે. અને મને વિશ્વાસ છે કે સરકાર પોતાની જવાબદારીઓ નિભાવવામાં ક્યારેય કોઈ કચાશ નહીં રાખે.
આજે ઠાકુર સાહેબે સાચું કહ્યું કે હું આ કાયદાની દુનિયાનો વ્યક્તિ નથી કે ના તો મારી આવી કોઈ પ્રૃષ્ઠભૂમિ છે ત્યારે સુપ્રિમ કોર્ટનો જન્મ ક્યારે થયો, શું થયું એ બધું વિસ્તારપૂર્વક જાણવા મને આજે આ જ્ઞાનનો લાભ મળ્યો. અને તેમનું દુખ પણ હું સમજી શકું છું કે જો 87માં વાતો થઈ આજે 2016માં પણ તે 87થી હજુ સુધી ચોક્કસ કોઈ કારણ હશે કે કોઈ મજબૂરી હશે. હું તો ક્યારેય ડિટેલમાં નથી ગયો કે 87માં શું થયું હતું,કેમ થયું હતું. પરંતુ ‘જાગ્યા ત્યારથી સવાર’. આગળ આપણે કંઈ સારૂં કરીએ. પાછળનો જે કોઈ ભાર છે તેને ઓછો કરતાં આપણે આગળ કેવી રીતે વધીએ.
ઘણાં કારણો હશે અને એક કારણનું વર્ણન હમણાં ઠાકુર સાહેબે કર્યું કે શક્તિ પોતે જ એક બહુ મોટું કારણ છે. પરંતુ સમાજ જીવનમાં પણ કંઈક પરિવર્તન આવે છે. આ પરિવર્તન આપણને સૌને ખબર છે કે એક જમાનો હતો,જ્યારે ગામમાં એક વૈદ્યરાજ રહેતા અને આખું ગામ સ્વસ્થ રહેતું હતું. જ્યારે આજે આંખના ડોક્ટર થઈ ગયા, કાનના અલગ થઈ ગયા, પગના અલગ થઈ ગયા, હૃદયના અલગ થઈ ગયા, પણ બિમારી વધતી ગઈ. તો આવી સમસ્યાઓ સમાજમાં પણ ઘણાં પ્રકારની આવતી હશે, કેવી હશે તે આપણા સૌના માટે ચિંતનનો વિષય છે કે આનું કારણ શું છે ?
સરકારમાં પણ મારો એ મત છે કે કાયદા ઘડતા સમયે જેટલી સાવધાની રાખવી જોઈએ તેમાં આપણે ત્યાં ઉણપ જણાય છે. મુસદ્દાથી લઈને, ચર્ચાથી લઈને, કાયદો ઘડવા સુધી, અને તે એક બહુ મોટું કારણ બન્યું છે કે કોર્ટમાં અર્થઘટનથી લઈને, બહુ જ મોટી માત્રમાં વસ્તુઓ આવે છે. નહીંતર કાયદો એવો હોય કે કોઈપણ વ્યક્તિ નિર્ણય કરે તો દ્વિધા ઓછી રહે. ધીરેધીરે તે કાર્યક્ષમતા તરફ જવું પડશે.
બીજું એક એ છે કે આપણે ત્યાં કાયદાઓનો ઢગલો બહુ છે. મેં આવતાં જ એક કામ શરૂ કર્યું છે કે આ કાયદાઓના ભારથી કેવી રીતે મુક્તિ અપાવી શકાય, સામાન્ય માનવીને, કાયદાઓની સંખ્યા કેવી રીતે ઓછી કરી શકાય. એક કમિટિ બેસાડી હતી આશરે 1500 થી 1700 જેવા કાયદાઓ ધ્યાનમાં આવ્યા છે કે ક્યારેક 1800 સાલના હતાં. ક્યારેક 1850ના, 80, 90 ના એવા એવા કાયદા,એટલે હવે તે અપ્રસ્તુત થઈ ચુક્યા છે. ત્યારે કંઈક એવું હોય છે કે જેને કોઈ કામ રોકવું હોય તો 200 વર્ષ જુના કાયદા બતાવી દે છે, જુઓ આવો કાયદો હતો કે તમારૂં આ કામ નહીં થાય, તે પછી તે કોર્ટમાં જાય છે. તો આવી બાબતો વ્યવસ્થાઓમાં બહુ અડચણો ઉભી કરી રહી છે. સફાઈ ચાલી રહી છે. ધીરે ધીરે હું માનું છું કે જેટલો સમય મને મળ્યો છે, તે સમયનો પુરાપુરો પ્રયત્ન આપણે કરીશું. પ્રક્રિયાઓ ઝડપી બને, જલ્દી થાય અને જરૂરિયાતોની પૂર્તિ માટે પ્રયત્ન થાય. આ આપણા સૌનું કામ છે આપણે કરતાં રહીશું. કરવું પણ જોઈએ.
અને હું તો ઈચ્છીશ જો ઠાકુર સાહેબને સુવિધા હોય કદાચ કોઈ કાયદાકીય મર્યાદાઓ મુશ્કેલીઓ ઉભી ના થતી હોય તો, ક્યારેક એકાદ સરકારમાંથી બે ચાર મુખ્ય લોકો અને આપની ટીમના બધા લોકો બેસીને આ સમસ્યાઓના ઉકેલ માટે ખભેથી ખભા મીલાવીને કોઈ રીતે રસ્તો કાઢી શકે. તો બની શકે છે કારણ કે આપે જે વાત જણાવી છે તે ખુબ જ મહત્વપૂર્ણ છે. અને આ મહત્વપૂર્ણ વાતોનો માર્ગ પણ શોધવો તો પડશે ને. માત્ર સાંભળી ને જતો રહું હું એવો વ્યકિત નથી. હું તેને ગંભીરતાથી લઈને કોઈ માર્ગ શોધવાનો પ્રયાસ કરીશ. સફળતા- નિષ્ફળતા તો જુદી વાત છે પણ પ્રયત્ન તો કરવો જ જોઈએ. હું પ્રયત્ન કરવા ઈચ્છીશ. અને મને વિશ્વાસ છે કે આપના જેવા અનુભવી લોકોનો સાથ મળશે. હું આ ક્ષેત્રનો નથી. આ મારો ફાયદો પણ છે અને નુકસાન પણ છે. તો મને જો આપ સૌની મદદ મળશે તો,આપણે જરૂરથી આનો રસ્તો કાઢીશું.
મને યાદ છે કે હું 15 વર્ષ સુધી આ મિટિંગમાં આવ્યો છું અને હંમેશા સામે બેસતો હતો અને પછી જ્યારે ઉપર બેસતા હતાં તો કેમેરા વગેરે પણ ના હોય તો હું જરા મોકળા મને વાત પણ કરતો. અને મેં એકવાર કહી દીધુ કે સાહેબ કોર્ટનો સમય વધારી દઈએ તો કેવું રહે. વેકેશન ઘટાડી દઈએ તો કેવું રહે. અને ખબર નહીં મારા પર એવા આફત આવી ગઈ કે ત્યારબાદ લંચ હતું, તો લંચમાં ઘણા ન્યાયાધીશોએ મને પકડ્યો, શું સમજો છો તમે પોતાને. ત્યારે તો હું એ જ દિવસથી ડરી ગયો હતો જી. પરંતુ તો પણ હું માનું છું કે જેની પાસે જવાબદારી છે, સૌ લોકો ઈમાનદારીથી, નિષ્ઠાથી, દેશના ગરીબ માણસની ભલાઈ માટે કામ કરી રહ્યા છે, એવો વિશ્વાસ આપણા સૌને હોવો જાઈએ. અને મને પુરેપુરે વિશ્વાસ છે કે આપણા દેશનું ન્યાયતંત્ર આ દિશામાં સક્રિય છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આપણને સૌને વિશ્વાસ રહેશે કે દેશની સમસ્યાઓનો ઉકેલ આવશે. અને આપણે સૌ સાથે મળીને ઉકેલ લાવીશું, મને પુરો વિશ્વાસ છે.
હું ફરી એકવાર જણાવું છું કે આપ સૌ માનનીય મુખ્યમંત્રીઓ બધી વાતો સાંભળી છે. તેઓ પણ એટલી જ જવાબદારી સાથે સરકારો ચલાવી રહ્યા છે. કારણ કે એમને પણ જનતા જનાર્દનને જવાબ આપવો પડે છે અને દર પાંચ વર્ષે એકવાર આપવો પડે છે અને હવે તો વારંવાર ચુંટણીઓ આવે છે એટલે કોઈને કોઈ રીતે વર્ષ, પાંચ વર્ષમાં તો જવું જ પડે છે. કારણ કે આ દિવસોમાં એવી ચર્ચા ચાલી રહી છે . બધા પક્ષો મને કહી રહ્યા છે કે સાહેબ આ ચુંટણી લોકસભા અને વિધાનસભાની સાથે સાથે કેવી રીતે થાય. દરેક રીતે કેમકે ઘણો સમય જઈ રહ્યો છે. ઘણી બાબતોના નિર્ણયમાં ચાલીસ-ચાલીસ, પચાસ-પચાસ દિવસો. એટલા માટે રોકાઈ જાય છે કેમકે આચાર સંહિતા લાગી જાય છે. અને દેશમાં કોઈને કોઈ સ્થળે હોય છે જ્યાં આચાર સંહિતા હોય છે. તો આ દિવસોમાં મને વિપક્ષના બધા નેતા મળ્યા હતાં, તો એ પણ કહી રહ્યા હતાં કે સાહેબ કોઈ રસ્તો કાઢો. એટલે વિધાનસભા અને લોકસભાની ચુંટણી સાથે સાથે ના થાય જેથી બાકી થોડાં કામો થાય. તો આ છે કેટલીક મુશ્કેલીઓ, એ બધી બાબતોનો રસ્તો કાઢવો પડશે. હળીમળીને સાથે કાઢવો પડશે.
અને હું ક્ષમા ચાહું છું કારણ કે મને આજે અહીંથી ઝારખંડ જવા માટે નીકળવાનું છે, પરંતુ તેમ છતાં હું આપ સૌનું ખુબ ખબ સ્વાગત કરૂં છું, આભાર વ્યક્ત કરૂં છું. અને આજે આખો દિવસ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજાશે અને કોઈને કોઈ વાત નીકળશે. ખુબ ખુબ આભાર.
AP/J. Khunt/GP
Earlier today, spoke at the Conference of Chief Ministers and Chief Justices. https://t.co/aJQCU887H3
— Narendra Modi (@narendramodi) April 24, 2016