Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગાંધીજીની શાંતિ, સૌહાર્દ અને ભાઇચારા પ્રત્યેની કટિબદ્ધતા અતૂટ રહી. એમણે એક એવી દુનિયાની કલ્પના કરી કે જ્યાં ગરીબમાં ગરીબ વ્યક્તિ સશક્ત હોય. એમના આદર્શો આપણા માટે માર્ગદર્શક છે. #Gandhi150”

લાલ બહાદુર શાસ્ત્રી માટે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત શાસ્ત્રીજીના અમૂલ્ય યોગદાનને ક્યારેય નહીં ભુલે. તેઓ એક એવા આદર્શવાદી હતા, જે પોતાના આદર્શો અને સિદ્ધાંતોથી કોઇ પણ કિંમતે વિચલિત ન ન થયા.

RP