Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને અમેરિકા વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સહયોગ વિશે કરારનાં પ્રસ્તાવને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને અમેરિકા વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહયોગ વિશે સમજૂતીનાં પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી.

લાભઃ

· આ કરારથી દ્વિપક્ષીય સંબંધોમાં નવું પ્રકરણ શરૂ થશે, કારણ કે બંને પક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પારસ્પરિક હિતોનાં મહત્પૂર્ણ સમાવેશ દ્વારા સંવર્ધિત પૂરકક્ષમતાનો લાભ ઉઠાવશે.

· આ સમજૂતી ઉચ્ચ ગુણવત્તા અને અતિ પ્રભાવશાળી સંશોધન અને ઇનોવેશન ભાગીદારીઓને પ્રોત્સાહન આપવાની તક ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે વ્યાપક વૈજ્ઞાનિક અને ટેકનોલોજી સમુદાયો વચ્ચે સંબંધોને મજબૂત બનાવશે અને એને વધારશે.

 

મુખ્ય વિશેષતાઓ:

આ સહયોગ જુદી જુદી રીતે કરવામાં આવશે, જેમાં નીચેની બાબતો સામેલ છે:

· વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ જાણકારી તથા નિષ્ણાતોનું આદાનપ્રદાન.

· સેમિનારો અને બેઠકોનું આયોજન.

· વૈજ્ઞાનિકો અને ટેકનિકલ નિષ્ણાતોને તાલીમ.

· સહયોગપૂર્ણ સંશોધન યોજનાઓનું આયોજન.

· વિજ્ઞાન અને ઇનોવેશન આધારિત સરકારી-ખાનગી ભાગીદારીઓની રચના.

· વિકસિત સંશોધન સુવિધાઓનો ઉપયોગ.

 

DS/RP