Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી પાંચમાં ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું ઉદઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગ્યે પાંચમાં ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી કોલકાતામાં આયોજિત આ કાર્યક્રમને વીડિયો કોન્ફ્રરન્સના માધ્યમથી સંબોધિત કરશે.

લોકોને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ માટે જાગૃત કરવા, વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ભારતના યોગદાનને પ્રદર્શિત કરવા અને લોકોના ફાયદા માટે તેનો પ્રચાર કરવો એ આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમાવેશી વિકાસ માટે એક રણનીતિ તૈયાર કરવી તેનો લક્ષ્ય છે.

આ વર્ષે મહોત્સવનો મુખ્ય વિષય છે – રાઇજન ઇન્ડિયા (RISEN India) એટલે કે રિસર્ચ (સંશોધન), ઇનોવેશન (નવાચાર) અને સાઇન્સ એમ્પાવરીંગ ધ નેશન (વિજ્ઞાન દ્વારા રાષ્ટ્રનું સશક્તીકરણ) છે.

DK/NP/DS/GP/RP