પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા પંજાબના ડેરા બાબા નાનક, ગુરદાસપુર ખાતે જાત્રાળુઓના પ્રથમ ટુકડીને ફ્લેગઓફ કરી ને કરતારપુર કૉરિડોરની ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રી એ કરતારપૂર કોરિડોરના ઉદ્ઘાટન પહેલા ગુરુ નાનક દેવજીના જીવન પર બનેલા ડિજિટલ ઈન્સ્ટોલેશન,અને પેસેંજર ટર્મિનલ બિલ્ડીંગની મુલાકાત લીધી હતી.
યાત્રા એ જતી પહેલી ટુકડી સાથે એમની વિદાય પહેલા તેમણે વાતચીત કરી હતી.
ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ, કરતારપુર કોરિડોર
ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ દ્વારા ભારતીય યાત્રાળુઓને પાકિસ્તાનમાં ગુરુદ્વારા કરતારપુર સાહિબની મુલાકાત લેવાની સુવિધા મળશે.
ભારતે 24 ઓક્ટોબર 2019ના રોજ આંતરરાષ્ટ્રીય સરહદ, ડેરા બાબા નાનક ઝીરો પોઇન્ટ ખાતે કરતારપુર સાહિબ કૉરિડોરના સંચાલન માટેની કાર્ય પદ્ધતિની કામગીરી અંગે પાકિસ્તાન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ભૂતકાળની જો વાત કરીએ તો, મંત્રીમંડળે 22 નવેમ્બર 2018ના રોજ દેશભરમાં અને સમગ્ર વિશ્વમાં શ્રી ગુરુ નાનક દેવજીની 550 મી જન્મ જયંતીના ઐતિહાસિક પ્રસંગને ભવ્ય અને યોગ્ય રીતે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો.
મંત્રીમંડળે ભારતના યાત્રાળુઓને સરળ અને અનુકૂળ રીતે વર્ષ દરમિયાન ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુરની મુલાકાત માટે ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધીના કરતારપુર સાહિબ કૉરિડોરના નિર્માણ અને વિકાસને પણ મંજૂરી આપી હતી.
યાત્રાળુઓનીસુવિધામાટેનીજોગવાઈઓ
અમૃતસર – ગુરદાસપુરહાઇવેથીડેરાબાબાનાનકનેજોડતો4.2 કિ.મી. ફોરલેનહાઈવેરૂ. 120 કરોડનાખર્ચેબનાવવામાંઆવ્યોછે.
અત્યાધુનિક પેસેંજર ટર્મિનલ બિલ્ડિંગ 15 એકર જમીનમાં નિર્માણ પામેલું છે. સંપૂર્ણ વાતાનુકૂલિત સુવિધા વાળા એરપોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, બિલ્ડિંગમાં એક જ દિવસે લગભગ 5000 યાત્રિકોની સુવિધા માટે 50થી વધુ ઇમિગ્રેશન કાઉન્ટર છે.
આ મુખ્ય બિલ્ડિંગની અંદરની તમામ આવશ્યક સગવડતાઓ જેવી કે કિઓસ્ક્સ, શૌચાલય, ચાઇલ્ડ કેર, ફર્સ્ટ એઇડ મેડિકલ સુવિધાઓ, પ્રાર્થના રૂમ અને નાસ્તાના કાઉન્ટર છે.
સીસીટીવી સર્વેલન્સ અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા રાષ્ટ્રીય સ્મારક પર 300 ફુટનો ધ્વજ પણ લહેરાવવામાં આવી રહ્યો છે.
24મી ઓકટોબરના રોજ પાકિસ્તાન સાથે કરતાર સાહિબ કૉરિડોરના સંચાલન માટે અને ઔપચારિક માળખું પૂરું પાડવા માટે કરાર કરવામાં આવ્યા હતા.
કરારની વિશેષતાઓ આ પ્રમાણે છે: –
નોંધણી માટેનું પોર્ટલ
યાત્રાળુઓ એ ફરજિયાત પણે prakashpurb550.mha.gov.in વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. યાત્રાળુએ ક્યા દિવસે મુસાફરી કરવી છે તેની પસંદગી કરવાની રહેશે. યાત્રાળુઓને મુસાફરીની તારીખના3 થી 4 દિવસ અગાઉ એસએમએસ અને ઇમેઇલ દ્વારા એમના જાણ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથોરાઇઝેશન પણ જનરેટ કરવામાં આવશે. યાત્રાળુઓ જ્યારે પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગમાં આવે છે ત્યારે તેમના પાસપોર્ટ સાથે, ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથોરાઇઝેશન સાથે રાખવાના રહેશે.
NP/DS/RP
The Kartarpur corridor will deepen the connect between lakhs of pilgrims and Shri Guru Nanak Dev Ji.
— Narendra Modi (@narendramodi) November 9, 2019
It is my honour to have inaugurated the corridor today. pic.twitter.com/hsoXkAuBMu