Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એમ/એસ બેસ્ટને મુંબઇ ખાતેના નવલ બંદરગાહની સુરક્ષા ભૂમિની 73 સ્કેવર મીટર જમીન ભાડે અપાઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટમાં મુંબઇ ખાતેના નવલ બંદરગાહની 73 સ્ક્વેર મીટર જગ્યા એમ/એસ બૃહમુંબઇ ઇલેક્ટ્રીક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (બેસ્ટ)ને વાર્ષિક 1 રૂ.ના ભાડેથી ભાડાપટ્ટે આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યા હાલમાં 30 વર્ષ માટે તેમને ભાડે આપવામાં આવી છે. ત્યાર બાદ તે આગામી બે વખત 30 વર્ષના સમય માટે રિન્યુ કરી શકાશે. જેના કારણે નવા નિર્માણ પામી રહેલા બંદરગાહ પર વિજળી સપ્લાય નવલ બંદરગાહ, મુંબઇ ખાતે ચોથા ટ્રાન્સફોર્મર અને પમ્પ હાઉસ સાથેની અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં મદદ થશે.

આ સુવિધાની સ્થાપના બેસ્ટ દ્વારા તેમના પોતાના ખર્ચે કરવામાં આવશે, અને તેમાં નેવીએ એક પણ નાણાકિય વ્યવહાર કરવો નહીં પડે.

પૃષ્ઠભૂમિ :

અગાઉ જે વિજળીનો સપ્લાય કરવામાં આવતો હતો તે નવા બની રહેલા બંદરગાહ માટે અપૂરતો હતો. જેના કારણે નવા ટ્રાન્સફોર્મર અને પમ્પ હાઉસ સાથેની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવાની જરૂર પડી. જેથી બંદરગાહની અંદરના વિસ્તારની સુરક્ષા જળવાઇ રહે. એમ/એસ બેસ્ટને આપવામાં આવેલી 73 સ્ક્વેર મીટરની જગ્યામાં ફક્ત એમ/એસ બેસ્ટને જ ટ્રાન્સફોર્મર અને પંમ્પ હાઉસ સાથેની પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકી બાંધવા માટેનો હક મળશે, જ્યારે નેવી પાસે જ જમીનનો માલિકી હક રહેશે.

નવલ બંદરગાહ ખાતે હાલમાં વિજળીનો સપ્લાય એમ/એસ બેસ્ટ દ્વારા આપવામાં આવે છે. વર્તમાન સમયમાં, નવલ બંદરગાહ, મુંબઇના મુખ્ય સબ સ્ટેશન ખાતે ત્રણ ટ્રાન્સફોર્મર્સ લાગેલા છે. જેની દેખરેખ એમ/એસ બેસ્ટ દ્વારા તથા અન્ય હાલની સુવિધાઓ માત્ર યાર્ડમાં જ પૂરી કરાશે.

SP/AP/J.Khunt